Book Title: Panch Sutram
Author(s): Hitvardhansuri
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 208
________________ દર્દીને કુપથ્ય ખવડાવો તેમાં જે કરૂણા દેખાય છે તે ફક્ત આભાસ માત્ર છે, વાસ્તવિક નથી. તે જ રીતે અયોગ્યને શાસ્ત્રજ્ઞાન - સંયમ વિગેરે પ્રદાન કરવામાં ક્યાંય કરૂણા નથી, જે છે તે કરૂણાનો આભાસ છે. આ વિધાન પણ ત્રિલોકપતિ અરિહંતે જ કરેલું છે. અરિહંતની આજ્ઞા એવી છે કે બહુમાનપૂર્વક તેને આરાધો તો તે પરમ કલ્યાણને કરનારી બને છે. અપરિણત કે અતિપરિણત જીવોને તે તારતી નથી, પરિણત જીવોને જ તે તારે છે, પરિણત જીવોને જિનાજ્ઞા પ્રત્યે અપરંપાર બહુમાન છે, તેઓ સાનુબંધ પણે મોક્ષને સાધનારી તેવી શુભક્રિયાઓને આરાધનારા છે.. | ઇતિ “પંચસૂત્ર પ્રકાશ' ગુજરાતી વિવરણ // 204 सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224