________________
થયાં અને થશે છતાં સંસારમાં ભવ્યોની સંખ્યા અનંત જ રહી છે અને રહેવાની છે કેમકે તેઓ અનંતા છે.
ચાલો, ભવ્યોની સંખ્યાનો કે સંસારનો ઉચ્છેદ ન થાય, પરંતુ વનસ્પતિકાય વિગેરેમાં તેમની કાયસ્થિતિનો વિચ્છેદ તો થઈ જાય ને ?
ના, તેવું પણ ન થાય કેમકે ભવ્યો અનંતાનંત છે. પ્રતિ ક્ષણ એકેક જીવ વનસ્પતિકાયમાંથી બહાર નીકળે તો પણ તેની કાયસ્થિતિ અંત નહીં પામે. • તો પછી ભવ્યો અભવ્યથી જુદાં શી રીતે ? :
કેટલાં ય ભવ્યો તેવા છે જે કદી પણ મોક્ષમાં જવાના નથી, ભવ્યત્વ તો ફક્ત મોક્ષગમનની યોગ્યતારૂપ છે, મોક્ષગમનની Garrenty નથી. હવે જે ભવ્યો કદી મોક્ષમાં નથી જવાના તેમનામાં અને અભવ્યોમાં ફર્ક શો રહ્યો ?
ફર્ક યોગ્યતાનો છે. અભવ્યો પણ મોક્ષમાં જતાં નથી અને કેટલાંય ભવ્યો પણ મોક્ષમાં જનાર નથી, બંને અનાદિ - અનંત સંસારી છે છતાં અભવ્યોમાં મોક્ષગમનની યોગ્યતા જ નથી, જ્યારે બીજા નંબરના જીવોમાં મોક્ષગમનની યોગ્યતા તો છે જ.
જેમકે લાકડામાંથી મૂર્તિ બનાવવી હોય તો લાકડું સૌ પ્રથમ પ્રાયોગ્ય હોવું જોઈએ. તેમાં ગાંઠ વિગેરે ન હોવી જોઈએ. હવે જે લાકડામાં ગાંઠ વિગેરે નથી તે મૂર્તિ બનવા માટે લાયક તો છે જ છતાં તેવું તમામ લાકડું મૂર્તિ બને તેવું કદી બનતું નથી.
વ્યવહાર નથી દીક્ષાદાન થાય છે ?
આ વ્યવહાર નયનો અભિપ્રાય છે. વ્યવહાર નય પણ તત્ત્વનું અભિપ્રેત અંગ છે, મોક્ષનું સાધક અંગ છે કેમકે મોક્ષની સાધનાની
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् । .
201