________________
• સિદ્ધભગવંતો ક્યાં રહે છે ? કેવી રીતે ત્યાં ગમન કર્યું ?
૧૪ રાજલોકના અંતભાગે “સિદ્ધશિલા' નામે જે ધરતી છે જે ૪૫ લાખ યોજન લાંબી અને એક યોજન ઊંચી છે તેના ઉપર આ સિદ્ધ ભગવંતો રહેલાં છે, સાદિ અનંતકાળ માટે ત્યાં તેમની સ્થિતિ છે.
વિશેષતા તો તે છે કે ત્યાં એક સિદ્ધભગવંત જ્યાં રહેલાં છે તે જ આકાશપ્રદેશને અવગાહીને અનંત-અનંત સિદ્ધો રહેલાં છે.
હવે પ્રશ્ન જો તેવો થતો હોય કે કર્મનો ક્ષય થતાં આત્મા લોકાગ્ર ભાગે કેમ ગમન કરે છે ? તો તેનો જવાબ તે છે કે સંપૂર્ણ કર્મક્ષય કરીને ચરમ નિર્વાણ પામતાં પહેલાં આત્માએ કર્મના પૂર્ણ ક્ષય માટે જે પ્રકૃષ્ટતમ અધ્યવસાયો ધારણ કરવાનો પુરુષાર્થ કર્યો, આ પૂર્વપ્રયોગ છે અને તેના જ કારણે આત્મા અંતિમ નિર્વાણ પામીને લોકાગ્ર ભાગે ગમન કરે છે. વળી, આત્માનો તેવો સ્વભાવ પણ છે કે વિશુદ્ધ આત્મદશા પામેલો આત્મા હંમેશાં ઊર્ધ્વગમન કરે.
વિશુદ્ધ આત્મદશા પામેલા જીવની આવી પ્રકૃતિ સાબિત કરનારાં દષ્ટાંતો અનેક છે. જેમ કે અનાવૃષ્ટિા તુંબડાને માટીના આઠ લેપ કરીને પાણીમાં મૂકી દો, તે સીધું પાણીના તળિયે પહોંચી જશે. તે પછી ધીરે ધીરે એક પછી એક માટીના લેપ ઉખડતાં જશે ત્યાં સુધી તે તળિયે જ બેઠું રહેશે અને જ્યાં આઠે આઠ લેપ ઉખડી જશે કે તુરંત ક્ષણમાત્રમાં સપાટી પર આવી જઈ ત્યાં સ્થિર થઈ જશે. સપાટી પર આવ્યા પછી તે પાછું પાણીમાં ડૂબશે પણ નહીં.
બસ, તેવું જ આ આત્માનું છે. આઠ કર્મરૂપી મળ આત્માને વળગ્યાં છે તેથી તે સંસારમાં ડૂળ્યો છે. આઠે કર્મોના મળ નષ્ટ થઈ જશે એટલે તે સંસારથી મુક્ત થઈ લોકાગ્ર ભાગે પહોંચી જશે.
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
199