________________
મોક્ષમાં ગયેલાં સિદ્ધો ફરી કેમ સંસારમાં આવતાં નથી ? એવી જો શંકા થતી હોય તો તેનો જવાબ તે છે કે સંસારમાં આત્માને ડૂબાડી રાખનાર પ્રેરક બળ કર્મ હતું. હવે તેમને કર્મનામનું પ્રેરક બળ જ અસરકર્તા નથી તેથી તેઓ ફરી વાર સંસારમાં આગમન કરતાં નથી.
તુંબડાનું દૃષ્ટાંત અહીં પણ સાક્ષીરૂપ છે. તુંબડાને લાગેલી માટી તેને જળમાં ડૂબાડે છે. હવે જો માટીનો સંગ તેને થાય જ નહીં તો તે કદી જળમાં ડૂબે નહીં.
સિદ્ધ ભગવંતો અહીંથી લોકાગ્રભાગે પહોંચે છે તેમાં એક સમયથી વધુ તેમને સમય થતો નથી અને આ એક સમયની તેમની ઉર્ધ્વગતિ પણ “અસ્પૃશત્મતિ' કહેવાય છે એટલે કે તિછલોકમાંથી લોકાગ્ર સુધી તેઓ પહોંચે ત્યારે વચ્ચે જે-જે દ્રવ્યો આવે તે પૈકી એકેય ને તે સ્પર્શતા નથી. • તો સંસારનો અંત થઈ નહીં જાય ? :
એક તરફ જિનાજ્ઞા એમ કહે છે કે સંસાર અનાદિ છે, બીજી તરફ એમ કહે છે કે સિદ્ધો સંસારમાં પુનરાગમન કરતાં નથી અને ત્રીજી તરફ એવું પણ ઉમેરે છે કે છ મહિનામાં એક આત્મા તો જરૂર મોક્ષમાં જાય અર્થાત્ એક આત્માનું સંસારમાંથી મોક્ષ ગમન થયું તે પછી બીજો આત્મા સંસારમાંથી મોક્ષે જાય તે બે ઘટનાનો અંતરાલ કાળ વધુમાં વધુ છ મહિનાનો હોઈ શકે. તેથી વધુ નહીં...
જો આમ જ છે તો આ સંસાર જ એક દિવસ ખાલી નહીં થઈ જાય? કમ સે કમ ભવ્યોનો સંસારમાંથી સંપૂર્ણ અંત નહીં થઈ જાય ?
ના, તેવું નહીં થાય. કોઈ કાળ તેવો નહીં આવે કે આ સંસારમાં અનંતા ભવ્યો વિદ્યમાન હોય નહીં. અનંતા ભવ્યો સિદ્ધ
200
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।