________________
કરવું પડે. જે તેનામાં નથી. ચેતના એ આત્માનો સ્વભાવ છે, કર્મનો નહીં. એથી કર્મને આત્મરૂપ માની શકાય નહીં. જેમ આત્મરૂપ ન માની શકાય તેમ કર્મને ફક્ત કાલ્પનિક પણ માની શકાય નહીં. કારણ કે કર્મને જો કલ્પના માત્ર માનો તો સંસાર અને મોક્ષનો ભેદ રહે નહીં.
કર્મને જો આત્મરૂપ માની લો તેમજ કર્મને જો કલ્પનામાત્ર માની લો તો પણ “ચેતના” નામનું આત્માનું લક્ષણ અવિશેષ બની જશે અને તેથી તો પ્રથમ ક્ષણ અને દ્વિતીય ક્ષણ, બંનેમાં કશો જ ફર્ક નહીં રહે, જેમ મુક્ત આત્માને પ્રથમ ક્ષણ અને ક્ષણાંતરમાં ક્ષણ ભેદ સિવાય કશો ભેદ નથી તેમ કર્મ નો સર્વથા આત્મા રૂપ હોય તો ક્ષણ અને ક્ષણાન્તરમાં પણ આત્મા યથાવત જ રહેશે, સંસારી અને મુક્ત એવો તેનો ભેદ ઘટી શકશે નહીં.
• બોદ્ધને કરારી જવાબો ઃ
અહીં બૌદ્ધમતાવલંબીઓ દલીલ કરે છે કે તમને સંસાર અને મોક્ષનો ભેદ નહીં રહે તેવો ભય છે માટે કર્મને આત્મરૂપ માનવામાં આપત્તિ છે ને ? પરંતુ વસ્તુસ્થિતિ તે છે કે તમે “સંસારનો અભાવ એટલે મોક્ષ' એવું જે માન્યું છે એ જ અસત્ય છે અને આવી માન્યતાના કારણે કર્મને આત્મરૂપ માનવામાં આફત ઊભી થઈ રહી છે.
હકીક્તમાં મોક્ષ એટલે સંસારનો અભાવ નહીં, મોક્ષ એટલે સંસારની સંતતિ = પરંપરાનો વિચ્છેદ... આવું માનો તો કશી તકલીફ રહેશે નહીં.
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
191