________________
જવાબઃ તેનું કારણ તેમનું તથાભવ્યત્વ છે. સિદ્ધ બનનાર દરેક જીવનું
તથાભવ્યત્વ એક સરખું નથી હોતું. ભિન્ન-ભિન્ન પ્રકારનું
હોય છે. તેથી આવો તફાવત તેમનામાં સંભવે છે. તથાભવ્યત્વ તથા સપરિશિ છે :
તથાભવ્યત્વ જો દરેકનું એક સરખું હોય તો તેને તથાભવ્યત્વ જ ન કહેવાય. તથાભવ્યત્વનો અર્થ જ તેવો થાય છે કે ફળના પરિપાક માટેની અલગ-અલગ પ્રકારની પણ ચોક્કસ યોગ્યતા તથાભવ્યત્વ તથા પરિપા%િ છે એટલે કે અલગ-અલગ છતાં ચોક્કસ રીતે એક જ ફળનો પરિપાક કરાવે તે તથાભવ્યત્વ.
અહીં ફળની સમાનતા છે, ભેદ તેના પરિપાકના કાળ વિગેરેમાં અને પદ્ધતિમાં રહેલો છે, આ ભેદ કાલ વિગેરેના કારણે નિષ્પન્ન થાય છે. - હવે આ વિષયને એકાંતદષ્ટિથી જો કોઈ ગ્રહણ કરે તો તેવો કુતર્ક ઉપસ્થિત કરી શકે કે કાળ વિગેરે તો સહકારી કારણો છે, જો તેના કારણે સિદ્ધ ભગવંતોમાં આદિ-અનંત વિગેરે ભેદો થતાં હોય તો સહકારી કારણોમાં વિચિત્રતા નક્કી થઈ, તથાભવ્યત્વની વિચિત્રતા શી રીતે અહીં નક્કી કરી શકાય ?
આ કુતર્કનો જવાબ એ છે કે કાળ વિગેરે સહકારી કારણોમાં જે ભેદ દષ્ટિ ગોચર થઈ રહ્યો છે તે પણ તે-તે આત્માઓના તથાભવ્યત્વને સાપેક્ષ પણે ઉત્પન્ન થયેલો ભેદ છે એથી સહકારી કારણોમાં જેમ વિચિત્રતા છે તેમ તથાભવ્યત્વમાં વિચિત્રતા એટલે કે વિભિન્નતાઓ નિયત થઈ જાય છે.
જો તથાભવ્યત્વમાં વૈચિત્ર્ય ન હોય તો સહકારી કારણોમાં વૈચિત્ર્ય આવ્યું ક્યાંથી ? કેમકે સહકારી કારણ તથાભવ્યત્વને સાપેક્ષ બનીને
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
181