________________
જ સંસારથી નિમુક્ત બનીને સિદ્ધ થઈ રહ્યાં છે. સિદ્ધત્વ સંસારીની અપેક્ષાએ છે, નહીં કે સિદ્ધોની અપેક્ષાએ.
જો કર્મબંધથી આત્મા સંબદ્ધ બનેલ જ ન હોત તો મુક્તિની કોઈ કલ્પના જ કરવી ન પડત. તો તો મુક્તિ એવો શબ્દ પણ શબ્દાર્થથી વિકલ બની જાત. બંધ જ ન હોય તો મુક્તિ શાની ? જે કર્મબંધ હતો તેનાથી મુક્તિ થઈ. જે કર્મબંધ હતો તે પણ તે તે અવસ્થામાં તરતમતા વાળો હતો તેથી તેમના સહકારી કારણોમાં અને તથાભવ્યત્વમાં ભેદ હોવો તે રીતે પણ યુક્તિસંગત છે. • કર્મબંધ અનાદિકાલીન છે તેની સિદ્ધિઃ
કર્મબંધ પણ અનાદિકાલીન છે, પ્રવાહની અપેક્ષાએ જેટલો ભૂતકાળ છે એટલો કર્મબંધ છે. અહીં વિપક્ષ પ્રશ્ન મૂકે છે કે કર્મબંધ પ્રવાહથી અનાદિ છે તે વાત તર્ક વડે શી રીતે સિદ્ધ થાય ? જો પ્રવાહથી કર્મબંધને અનાદિ માનો તો કોઈ કર્મનો બંધ પ્રથમ થયો નહીં. એને જો એક પણ બંધ પ્રથમ ન હોય તો બંધનું અસ્તિત્વ જ ક્યાં રહે ? આ પ્રશ્નનો જવાબ તે છે કે કર્મબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે તેમ વર્તમાનમાં અનુભવસિદ્ધ પણ છે તેથી તેના અસ્તિત્વને ઇન્કારી શકાશે નહીં.
ચાલો, અસ્તિત્વને નહીં ઇન્કારી શકાય પરંતુ કોઈ કર્મનો બંધ જો પ્રથમ નથી તો પૂર્વથી બંધ વિનાના આત્માને નવો કર્મબંધ થયો હતો તેવું નક્કી થઈ જાય અને એથી તો મોક્ષમાં રહેલાં જીવોને પણ કર્મબંધ થઈ શકે છે તેવી આપત્તિ ઊભી થઈ જશે.
બંધ વિનાના જીવને કર્મબંધ થઈ શકે તો બંધમુક્ત એવા સિદ્ધોને કર્મનો પુનર્બધ કેમ ન થઈ શકે ? આમ, બંધને અનાદિ માનવાથી બંધ અને મોક્ષ એક સરખા થઈ જશે, મોક્ષનું અસ્તિત્વ
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
183