________________
વિશુદ્ધ આત્મભાવો વડે આપણો આત્મા ચન્દ્ર જેવો ઉજ્વળ છે, તેનું વિજ્ઞાન ચન્દ્રની ચન્દ્રિકા જેવું છે અને વાદળો વડે જેમ ચન્દ્રની ચન્દ્રિકા ઢંકાય છે તેમ આત્માનું વિજ્ઞાન કર્મરૂપ વાદળાઓ વડે ઢંકાય છે..
મોક્ષમાં સિદ્ધસ્વરૂપી આત્માને શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી કે સ્પર્શ નથી... શબ્દ-રૂપ વિગેરે તો પુદ્ગલો છે અને તે મોક્ષસ્થિત આત્માને ક્યાંથી સંભવે ?
તો શું મોક્ષમાં આત્મા અભાવ સ્વરૂપ છે ? એવો જો વિતર્ક થતો હોય તો તેનો જવાબ છે કે ના, આત્મા મોક્ષમાં અભાવ રૂપ નથી, સદ્ભાવ રૂપ જ છે અને જ્ઞાનસત્તાક છે એટલે કે જ્ઞાનસંવેદન એ મોક્ષમાં આત્માનું અસ્તિત્વ છે, સત્તા છે. આ જ્ઞાન સત્તા અરૂપી છે માટે શબ્દાદિનો યોગ તેને સંભવે નહીં.
આત્માની આ સત્તા કેવી છે ? અનિત્થસ્થ સંસ્થાન સત્તા સિદ્ધ ભગવંતોને છે. ઇન્ધસ્થ સત્તા એટલે ચોક્કસ આકારવાળી સત્તા અને અનિત્થસ્થ સત્તા એટલે ચોક્કસ આકાર વિનાની સત્તા.
પ્રકૃતિથી જ મોક્ષમાં રહેલાં સિદ્ધાત્માની આવી સત્તા અનન્ત વીર્યવાળી છે, કૃતકૃત્યતાનું નિષ્પાદન કરીને તેઓની શક્તિ નિવૃત્ત = સ્વભાવરૂપ થયેલી છે.
તેઓની દ્રવ્ય બાધાઓ પણ તમામ વિનષ્ટ થયેલી છે અને ભાવ બાધાઓ પણ તમામ વિનષ્ટ થયેલી છે. તેઓ સર્વથા અપેક્ષારહિત છે. અપેક્ષાનું અસ્તિત્વ જ દૂર કરી દીધું હોવાથી તેઓને અપેક્ષા હવે સંભવે પણ શી રીતે ?
મોક્ષમાં આત્મા તરંગરહિત મહાસાગરની જેમ અત્યંત અગાધ, સ્થિર અને શાંત એવા સુખના પ્રકર્ષવાળો છે. મોક્ષમાં આત્માને જે
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
167