________________
આકાશ આધાર વિના ટકે છે તે તમે માન્યું તેમાં જ તે વાતનો સ્વીકાર થઈ ગયો કે સિદ્ધો પણ આધાર વિના ટકી શકે કેમકે અહીં એ તર્ક પ્રતિફલિત થયો કે
કોઈ એક સત્તા અન્ય સત્તાને પ્રાપ્ત કરતી નથી અને અન્યથા પણ થતી નથી.
કેવળી ભગવંતે પ્રરૂપેલું આ ચિન્તનાતીત સત્ય છે. સિદ્ધભગવંતો આકાશમાં નથી રહેતાં તે મત નિશ્ચય નયનો છે.
વ્યવહારનયનો અભિપ્રાય ભિન્ન છે ઃ
વ્યવહારનયનો મત તેવો છે કે સિદ્ધ ભગવંતો આકાશમાં રહે છે. હવે, વ્યવહારનયનો મત જો તેવો હોય કે સિદ્ધ ભગવંતો આકાશમાં રહે છે તો તે મત મુજબ તો આકાશ અને સિદ્ધ ભગવંતો વચ્ચે સંયોગ થઈ ગયોને ? સંયોગ તો દુષ્ટ છે તો પછી તમારા જ અભિપ્રાય મુજબ સિદ્ધોનો આકાશ સાથે સંયોગ દુષ્ટ કેમ ન કહેવાય?
ના, હરગીજ નહીં. સિદ્ધનો આકાશ સાથે સંયોગ જ જ્યાં સાબિત નથી થતો ત્યાં તેને દુષ્ટ શી રીતે કહેવાય ? મૂલં નાસ્તિ ગાવા ત: ? જે વૃક્ષના મૂળિયા જ નથી રહ્યાં તેની શાખા-પ્રશાખા તો હોય જ ક્યાંથી ?
વ્યવહાર નયનો મત પણ સિદ્ધ ભગવંત આકાશમાં રહે છે તેવું માને છે પણ સિદ્ધ ભગવંતનો આકાશ સાથે સંયોગ છે તેવું તો નથી જ માનતો કેમકે પૂર્વોક્ત સંયોગનું લક્ષણ જ અપેક્ષા છે. જ્યાં જ્યાં વિયોગપરિણામી સંયોગ છે ત્યાં ત્યાં તેવા સંયોગમાં અપેક્ષા અવશ્ય રહેલી હોય છે માટે અપેક્ષા એ જ સંયોગનું લક્ષણ છે અને સિદ્ધ ભગવંતમાં અપેક્ષા નામનું લક્ષણ જ ન ઘટી શકતું હોવાથી તેઓ આકાશમાં રહેલા હોવા છતાં આકાશ સાથે તેમનો સંયોગ નથી તેમ કહેવું દોષ રહિત છે.
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
173