________________
પ્રવજ્યાનું ફળ મોક્ષ છેઃ
ચોથા “પ્રવ્રયા પરિપાલનસૂત્ર'માં જે વિધિ અને પરિણામોનો ઉલ્લાસ દર્શાવ્યો છે તેવા ઉલ્લાસ પૂર્વક તેવી વિધિથી સંયુત, કમ સે કમ સાપેક્ષ બનીને જે સંયમનું પાલન કરે છે તેવો સાધુ ચોથા સૂત્રના ઉત્તરાર્ધમાં વર્ણવેલી સદ્ગતિની પરંપરાને, ચિત્તસુખના પ્રકર્ષની પ્રવર્ધમાન સ્થિતિને અને પ્રશમના અનુભવ રૂપ સુખપરંપરાને નિરંતર પ્રાપ્ત કરીને અંતે મોક્ષને પામે છે, સિદ્ધ બને છે.
મોક્ષમાં આત્માનું સિદ્ધસ્વરૂપ કેવું છે તેનો બોધ હવે કંઈક કરાવીશું. મોલમાં સદાકાળ માટે કલ્યાણકારિતા પ્રવર્તમાન છે માટે આત્મા પરબ્રહ્મરૂપ છે. ગુણોનો ઉત્કર્ષ અખ્ખલિતપણે અનુભવે છે માટે તે સિદ્ધ ભગવંતો સકળ મંગલોનું નિવાસસ્થાન બની રહે છે. ઉદ્દીપક અથવા સંક્રામક, એક પ્રકારના નિમિત્તોનો મોક્ષમાં સદ્ભાવ નથી તેથી આત્માને મોક્ષમાં જન્મ નથી, વૃદ્ધાવસ્થા નથી કે મરણ પણ નથી.
મોક્ષમાં આત્મા એકાકી છે તેથી અશુભનું અસ્તિત્વ સુદ્ધાં નથી. અશુભ અનુબંધોનો પણ ત્યાં સદંતર અભાવ છે, આત્મા ત્યાં એકલો આત્મસ્વરૂપ જ છે, પુદ્ગલના સંગ અને અધિકારથી પૂર્ણપણે રહિત છે તેથી આત્મસ્વભાવમાં સતત રમણ કરે છે, ગમન-આગમન વિગેરે ક્રિયાનો ત્યાં સદ્ભાવ નથી, માત્ર આત્મસ્વભાવ વાળો આત્મા અહીં છે એટલે સાંસિદ્ધિક ધર્મવાળો છે.
વળી, વિશ્વમાં શેય પદાર્થ અનંતા છે અને તે સૌને જાણનારો આત્મા ત્યાં હોવાથી અનંતજ્ઞાન અને અનંતદર્શન વાળો છે. આત્માનો સ્વભાવ પણ અનંતજ્ઞાન અને અનંતદર્શનમાં રમણ કરવું તે જ છે ને?
યોગદષ્ટિRUT માં કહ્યું છે કે –
166
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।