________________
પરિષદો વડે તે પરાભૂત થતો નથી એટલે તે પછી, તેના તપ, ક્રિયા અને સંયમ સ્કૂલના - પીડાથી રહિત બની જશે.
ત્યારબાદ, તેના તપ-સંયમ અને ક્રિયા અખ્ખલિત રહેતાં હોવાથી તે સતત પ્રશમ સુખને અનુભવશે. તત્ત્વનું સંવેદન એ જ પ્રશમ સુખ છે.
અંતે, સતત પ્રશમ સુખના સંવેદનના કારણે તે વર્તમાન જન્મમાં મૃત્યુ સુધી અને આગળ વધતાં ભવાંતરોમાં અંતિમ નિર્વાણ મળે ત્યાં સુધી નિરંતર ગુણોની વિશુદ્ધિને વધારતાં રહી સકળ પાપકર્મથી મુક્તિ પામશે કે જે પાપ કર્મો ગુણોના અનુભવને રોકનાર હતાં... - ચિરકાલીન રોગીને ઔષધની વિસ્તૃત પ્રક્રિયા વડે જેમ રોગથી મુક્તિ મળે તેમ સબીજ શ્રુત આરાધકને ઉપરોક્ત પ્રક્રિયા વડે પાપરૂપ વ્યાધિથી મુક્તિ મળે છે. જ મૂત્રમ્ |
से जहा केइ महावाहिगहिए, अणुभूयतव्वेयणे, विण्णाया सरूवेण, निविण्णे तत्तओ, सुवेज्जवयणेण सम्मं तमवगच्छिय जहाविहाणओ पवन्ने सुकिरियं, निरूध्धजहिच्छाचारे, तुच्छ-पत्थभोई, मुच्चमाणे वाहिणा नियत्तमाणवेयणे समुवलब्भारोग्गं पवड्ढमाणतब्भावे, तल्लाभनिव्वुईए तप्पडिबंधाओ सिराखाराइजोगे वि, वाहिसमारोग्गविण्णाणेण इट्ठ
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
138