________________
પ્રવર્તક મોહપરિણામ બની જાય છે, શુભ પરિણામ નહીં. જ્યારે ગુરુ બહુમાનપૂર્વકની આરાધના ચિત્તના નિયામક તરીકે મોહને રહેવા દેતી નથી, તેના સ્થાને કુશળ અધ્યવસાયને સ્થાપન કરે છે.
ગુરુ બહુમાનપૂર્વકના ધર્મ વ્યાપારમાં પ્રાયઃ વિજ્ઞાની સંભાવના પણ રહેતી નથી કેમ કે ગુરુ બહુમાન ધરાવનારો આત્મા ધર્મની અધિકૃત પ્રવૃત્તિઓમાં જ પ્રવેશ કરે છે અને ત્યાં પણ સમ્યગૂ ઉપાયો તેને હાથવગા બનેલાં હોય છે. • ગુરુ બહુમાન નથી તેઓ અનધિકારી છે ! :
આ વિધાનનો સૂચિતાર્થ એ થયો કે ગુરુ બહુમાન વિનાનો આત્મા ધર્મક્ષેત્રમાં અનધિકારી છે અને જે પણ ધર્મ કરે છે તે તેની અનધિકૃત પ્રવૃત્તિ બની જાય છે, વળી તેમાં પણ ઉત્તમ ઉપાયોની યોજના તે કરી જાણતો નથી.
અહીં એક પ્રશ્ન થાય કે ગુરુ બહુમાન ધરાવનાર આત્માને ધર્મક્ષેત્રમાં વિઘ્નો કેમ લગભગ નથી આવતાં ? તેનો જવાબ તે છે કે આવા આત્માઓના અશુભ કર્મો ગુરુબહુમાનની નિરન્તરતાના યોગે અનુબંધ વિનાના બનેલા હોય છે, હવે તેમને વિજ્ઞાની સંભાવના નહિવત્ બને તેમાં આશ્ચર્ય ક્યાં છે ? જો તેમના અશુભ કર્મો અનુબંધયુક્ત હોય તો તો તેમને સફળ પ્રવ્રયાનો જ સંભવ ન રહે. વળી, ધર્મવ્યાપાર તરીકે સ્વીકારાયેલાં સકળ યોગી સમ્યગુ દીક્ષાના જ અભિન્ન અંગ છે એટલે સમ્યગુદીક્ષા પામેલા આત્માને અશુભકર્મના અનુબંધની જ સંભાવના ન હોવાથી તેને ધર્મકાર્યમાં વિઘ્નની પણ શક્યતા ન રહી.
આવા આત્માએ પૂર્વકાલીન જન્માંતરોમાં પણ ગુરુ બહુમાન પૂર્વકની આરાધના કરી હોય છે તેથી તેને વર્તમાનમાં પણ ગુરુ બહુમાન પૂર્વકનો ધર્મ નિર્વિઘ્ન પણે પ્રવર્તે છે તેમજ શુભફળની
સાવરિ-સર્વાનુવાવું પઝૂત્ર
160