________________
કારણ બનનારો હોવાથી ચિન્તામણી રન સમાન છે અને નિબંધ કરુણાભાવનાથી પ્રેરાઈને હવે તે ધર્મના દાન રૂપ પ્રધાનકોટીનો પરોપકાર કરે છે. આવો પરોપકાર તે કેમ કરી શક્યો તેવો જો પ્રશ્ન થાય છે તો તેનો જવાબ તે છે કે તેનું તથાભવ્યત્વ પ્રધાનકોટીનું બનેલું છે માટે.
અનેકાનેક ભવોથી આરાધેલી પારમાર્થિક આરાધના વડે હવે તે અનેક ભવોના પાપોનો ક્ષય કરવા સક્ષમ બન્યો છે અને તેના શુભભાવો નિરંતર પ્રવર્ધમાન બની રહ્યાં છે. અહીં, આવી પારમાર્થિક આરાધના કરીને તે આગળ પણ અનેક ભવો સુધી પારમાર્થિક આરાધનાને પામશે, યાવત્ તીર્થકર તરીકેના જન્મને પણ પામી શકે. તેવું ન બને તો પણ મોક્ષ આપનારા ચરમ જન્મને તો તે જરૂર પામશે.
ચરમ જન્મમાં પૂર્ણ પરમાર્થને મહાપુણ્યના યોગે આરાધી અણિમા આદિ લબ્ધિઓના ઐશ્વર્યને પ્રથમ સિદ્ધ કરશે, તે પછી કેવળજ્ઞાનને વરશે, બુદ્ધ બનશે, ત્યારબાદ ભવોપગ્રહી કર્મોને પણ ખપાવી દઈ મુક્ત થશે, સકળકર્મનો ક્ષય થવાથી અંતિમ નિર્વાણને પામશે અને એથી સકળ દુઃખોનો શાશ્વતકાલીન અંત કરશે..
&
&
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
162