________________
નિષ્પત્તિ પણ નિયમા કરાવે છે.
આવો આત્મા આકુળ-વ્યાકુળ થતો નથી, ઇષ્ટ આરાધનાને અવશ્ય સિદ્ધ કરે છે, આવા ગુરુબહુમાન યુક્ત આત્માની ક્રિયા અતિચારરહિત અને નિષ્કલંક બને છે, નિષ્કલંક હેતુની સાધક પણ બને છે એટલે મોક્ષસાધક પણ બને છે અને શુભકર્મને ઉત્તરોત્તર સાનુબંધ બનાવીને યોગની સિદ્ધિ કરાવનાર પણ બને છે તેથી આ ક્રિયા સુક્રિયા છે.
હવે, આવી સુક્રિયાને પામનારો સંયમી શાસ્ત્ર અવિપરીત એવો પ્રધાન કક્ષાનો પરોપકાર પણ કરી શકે છે. પ્રધાન કક્ષાનો પરોપકાર એટલે બીજસ્થાપન કરનારો, કમસેકમ બીજનું બીજ સ્થાપન કરનારો ઉપકાર.
બીજ એટલે સમ્યક્ત અને બીજનું બીજ એટલે સમ્યક્તને લાવનાર જિનશાસન પ્રશંસા વિગેરે લક્ષણોઃ
આમ, આવો પ્રધાન ઉપકાર કરનારો સંયમી ખરેખર મહોદય બને છે, શુભકાર્યના પ્રવર્તક તરીકેના કર્તવીર્યથી યુક્ત છે, શ્રેષ્ઠ કોટીના ધ્યેય અને પરોપકાર માટે અમોઘ પુરુષાર્થ કરનારો છે, સમન્તભદ્ર છે કેમકે સકળ શુભ આકારો તેને સંપન્ન થયેલાં છે, સદા સમ્યગૂ પ્રણિધાનવાળો છે કેમકે નીચતા કે લઘુતા કદાપિ તેને સ્પર્શતા નથી...
આવો ગુરુ બહુમાનયુક્ત સંયમી ધર્મવ્યાપારોની ઉત્તરોત્તર સિદ્ધિને પામતો જાય છે ત્યારે જાણે મોહના અંધકારને દૂર કરનારાં દીપક જેવો બને છે, રાગરૂપી રોગની મૂળગામી ચિકિત્સા કરી તેને દૂર કરનારો વૈદ્ય બને છે, દ્વેષ રૂપ દાવાનળને ઠારનાર સમુદ્ર જેવો છે, આશ્રિતમાં પણ સંવેગને ઉતારી દેનારો યોગી છે, જીવમાત્રને શાતાનું
161
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।