________________
प्राप्नोति । बुध्यते केवली भवति । मुच्यते भवोपग्राहिकर्मणा । परिनिर्वाति सर्वतः कर्मविगमेन । विमुक्तं भवति, सर्वदुःखानामन्तं
રતિ પ્રજાપરિપાનના સૂત્રમ્ છે.
પંચસૂત્ર પ્રકાશ”: ગુરુ બહુમાનનો મહિમા :
ગુરુ બહુમાન એ જ મોક્ષ છે. આવી માન્યતા પણ સમ્યજ્ઞાન છે કેમકે આત્માર્થી મુમુક્ષુને જે ઇષ્ટ છે તેવી વસ્તુતત્ત્વની યથાર્થ જાણકારી ગુરુ બહુમાન વડે જ મળે છે, તેથી ગુરુ બહુમાન એ જ મોક્ષ છે તેવું કથન પણ સમ્યજ્ઞાન છે. આવું જ્ઞાન જેમની પાસે છે તેવા જ સંયમીને મોક્ષસાધક શુભયોગોની સિદ્ધિ થાય છે. એટલું જ નહીં, આલોક અને પરલોકની ઈષ્ટ પ્રવૃત્તિમાં પણ શુભ વ્યાપારની નિષ્પત્તિ ગુરુ બહુમાન વડે જ સાંપડે છે.
ગુરુ બહુમાન વડે સિદ્ધ થનારી મોક્ષ સાધક શુભ યોગોની સિદ્ધિ કેવી છે ? આ સિદ્ધિ ઉચિત્ત પ્રતિપત્તિ પ્રધાન છે એટલે સમ્યજ્ઞાનપૂર્વક દરેક પ્રવૃત્તિનું પર્યાલોચન કરનારી છે, હેય-ઉપાદેયના વિવેકરૂપ પ્રતિપત્તિ પૂર્વકની આ યોગસિદ્ધિ છે. તે ત્યાં સુધી કે હું જે ગુરુસેવા વિગેરે મોક્ષ સાધક યોગોને સાધું છું તે કુશળ અનુબંધ કરનાર છે કે અકુશળ અનુબંધ કરનાર છે. તેનું પણ પર્યાલોચન ઉપરોક્ત જ્ઞાન પામેલા આત્માની પ્રવૃત્તિમાં સમાવિષ્ટ હોય છે.
ગુરુ બહુમાનપૂર્વકની આરાધનામાં શુભ અધ્યવસાય જ આરાધનાનો પ્રવર્તક-નિર્ધામક બન્યો રહે છે, મોહ નહીં. આ વિધાનનું તાત્પર્ય એ થયું કે ગુરુ બહુમાન વિનાની આરાધનામાં આરાધનાનો
159
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।