________________
જે ગુરુ પ્રત્યે બહુમાન ધારણ કરે છે તે જ મને પણ માને છે તેવું તીર્થંકરે કહ્યું છે. હવે ગુરુ બહુમાનથી રહિત સાધુ, સંયમજીવનની પડિલેહણ, પ્રમાર્જના વિગેરે જે પણ ક્રિયાઓ કરે તે બધી જ અસાર છે. કેવી અસાર છે તે અહીં દૃષ્ટાંતો વડે સમજાવે છે.
(૧) કોઈ કુલટા નારી પતિનું સન્માન કરે કે પછી ઉપવાસ વિગેરે ધર્મક્રિયા કરે તેની કેટલી કિંમત ? કોઈ નહીં. બસ, ગુર્વાશાપ્રેમ વિનાના સંયમીનું ઉગ્ર સંયમ પાલન કુલટા નારીના દાંભિક કુળાચાર જેવું છે.
(૨) ભોજન ઘણું મધુર અને સ્વાદિષ્ટ છે પરંતુ તેમાં વિષ ભેળવી દેવામાં આવ્યું છે. આવા ભોજનના સ્વાદની અને તેથી થતી તૃપ્તિની કિંમત કેટલી ? જરીક પણ નહીં.
બસ, તે જ રીતે ગુર્વજ્ઞાપ્રેમ વિનાનું ઉગ્ર સંયમપાલન પણ વિરાધનાના ઝેરથી દૂષિત બની ગયેલું છે. તેવા ઉગ્ર સંયમ પાલનનું ફળ કદી મોક્ષરૂપે પરિણમનાર નથી, આવા ઉગ્રસંયમ પાલનનું ફળ તો સંસાર સાગરની રઝળપાટ જ છે. (૩) તાત્ત્વિક રીતે ગુરુ બહુમાન વિનાનું ઉગ્ર સંયમપાલન નિષ્ફળ જ છે કેમકે સંયમનું ફળ જે મોક્ષરૂપે હતું તેથી તદ્દન વિપરીત એવી સંસાર ભ્રમણાને વધારનારું તે બને છે અને એથી જ ગુરુ બહુમાન વિનાનું ઉગ્ર સંયમ પાલન માત્ર નિષ્ફળ ન રહેતાં તત્ત્વવેદી પુરુષોની નજરમાં ગર્હિત પણ છે.
ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ જ મોક્ષ છે :
સુગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ જ ઊંડાણથી નિહાળતાં સમગ્ર
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
150