________________
મોક્ષ સાધના છે કેમકે મોક્ષસાધનાના તમામ સોપાન આ ગુરુ બહુમાન નામનો ગુણ જ ચડાવે છે.
મોક્ષસાધના પમાડે છે પણ ગુરુ તરફનો બહુમાન ભાવ, મોક્ષ સાધના ટકાવે છે પણ ગુરુ તરફનો બહુમાન ભાવ. અરે ! એટલું જ નહીં, જેને ગુરુ પ્રત્યે બહુમાન છે તેને તીર્થંકરનો સંયોગ પણ નિઃશંક પણ થશે અને તેનો મોક્ષ પણ નિરપવાદ પરિણામ છે.
આમ, ગુરુ બહુમાન, મોક્ષસાધના છે, તીર્થંકરનો પ્રત્યક્ષ સંયોગ છે અને સાક્ષાત્ મોક્ષ છે. ગુરુ બહુમાન ધારણ કરે છે તેને વર્તમાન ક્ષણે પણ શુભ કર્મનો ઉદય છે, શુભકર્મના અનુબંધની રચના પણ થઈ રહી છે અને એથી ભાવિકાળમાં પણ ગુરુ બહુમાનનો યોગ, શુભ કર્મોનો જ ઉદય અને અનુબંધ તેને પ્રાપ્ત થશે. તેના પરિણામે તેવા ગુરુ ભક્તની આરાધના સતત ઉત્કર્ષશીલ જ બની રહેશે. આમ, સમગ્રતયા સંસારરૂપ મહાવ્યાધિને મટાડનાર ધવંતરી તુલ્ય કોઈ હોય તો તે ગુરુ તરફનો બહુમાન ભાવ છે.
ખરેખર ગુરુ બહુમાનથી વધુ સુંદર ચીજ બીજી કોઈ નથી. ગુરુ બહુમાન એટલી સુંદર ચીજ છે, જેને વર્ણવવા માટે કોઈ ઉપમા મળી શકે તેમ નથી. ઉત્તમ, લઘુકર્મી સંયમી ગુરુબહુમાનની મહાનતા અને અનિવાર્યતાને બૌદ્ધિક વિવેક વડે પણ સ્વીકારે છે, સ્વાભાવિક પ્રકૃતિ વડે પણ સ્વીકારે છે અને કર્મક્ષયોપશમના યોગે માષિતષ મુનિની જેમ સહજ પરિણામ વડે પણ સ્વીકારે છે...
આ રીતે ગુરુ બહુમાન વડે પૂર્વપ્રજ્ઞ, વંગાવ અને પુર્વ વહુમાન બનેલો સંયમી શુભ પરિણામો રૂપી તેજોલેશ્યાથી કદી પણ પતન પામતો નથી, તેની શુભ પરિણામ રૂપ તેજોવેશ્યા સતત વધતી રહે છે. એવી વૃદ્ધિ પામે છે કે ૧૨ મહિનાના પ્રવ્રયા પાલનના
-
-
-
-
-
-
- -
- - -
- -
- - -
- -
-
- -
-
-
- - -
-
- -
- -
- -
-
- -
- -
-
-
-
-
-
151
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।