________________
અંતે તો તે સકળ દેવોની તેજોવેશ્યાને અતિક્રમી જાય છે એટલે કે અનુત્તર વિમાનવાસી દેવોથી પણ શ્રેષ્ઠ શુભ પરિણામોનો તે ધારક બને છે. • તેજલેશ્યાની વૃદ્ધિનો ક્રમ :
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે -
હે ભગવંત ! આજે જે નિર્ગથ શ્રમણો વર્તે છે તેમને કોના જેવી તેજોલેશ્યા અનુભવાય છે ?
ગૌતમ ! ૧ મહિનાનો સંયમ પર્યાય ધરાવનારો સાધુ વાણવ્યંતર દેવો જેવી તેજોવેશ્યા અનુભવે. ૨ માસનો સંયમ પર્યાય ધરાવનાર સાધુ અસુરકુમાર દેવો જેવી તેજોવેશ્યા અનુભવે. ત્રણ માસનો સંયમ પર્યાય પૂરો થતાં સાધુ અસુરકુમાર દેવોના ઇન્દ્રો જેવી તેજોવેશ્યા અનુભવે. ચાર માસનો સંયમ પર્યાય થતાં સાધુ પ્રહ-નક્ષત્ર-તારા જેવી તેજોલેશ્યા અનુભવે. પાંચ માસના પર્યાયે સૂર્ય અને ચન્દ્ર જેવી તેજોલેશ્યા અનુભવે. છ માસનો સંયમ પર્યાય થતાં તે સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવોની તેજોવેશ્યાને ઓળંગી જાય.
સાત મહિનાનો પર્યાય થતાં સાધુ સનકુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવોની તેજોવેશ્યાને ઓળંગી જાય. આઠ મહિનાનો પર્યાય થતાં બ્રહ્મલોક અને લાન્તક દેવલોકના દેવોની તેજોવેશ્યાને ઓળંગી જાય.
નવ મહિનાનો પર્યાય થતાં સાધુ મહાશુક્ર અને સન્નાર દેવલોકના દેવોની તેજોવેશ્યાને અતિક્રમી જાય. દશ મહિનાના સંયમપર્યાયના અંતે તે ૯, ૧૦, ૧૧ અને ૧૨માં દેવલોકના દેવોની તેજોલેશ્યાને પણ અતિક્રમી જાય અને અગ્યાર તેમજ બાર માસનો દીક્ષાપર્યાય પૂરો થતાં સંયમી અનુક્રમે રૈવેયકદેવો તથા અનુત્તર વિમાનવાસી દેવોની તેજોલેશ્યાને પણ અતિક્રમી જાય છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
152