________________
કર્મને મૂળમાંથી નષ્ટ કરીને રત્નદીપકની જેમ સ્વતઃ પ્રકાશિત બનેલું છે. તે સ્થિર પ્રકાશદીપ'ની જેમ કદી નાશ પામતું
નથી. • બેમાં અપાયરહિત કોણ ? : | સ્પંદનવાળો દ્વીપ અને અસ્થિર એવો પ્રકાશદીપ જેમ અપાયોથી ભરેલા છે, તેના ઉપરનું અવલંબન ભયમુક્ત નથી, બસ ! તે જ રીતે ક્ષાયોપથમિક ચારિત્ર અને ક્ષાયોપથમિક જ્ઞાન, બંને પતન થઈ જવાના અપાયથી ભરેલાં છે અને એથી જ મોક્ષની પ્રાપ્તિમાં ભયરહિત આલંબન રૂપ નથી. • પ્રયત્ન, ક્ષાવિકભાવ માટે :
આમ, ઉપર વર્ણવેલા આશ્વાસ દ્વીપ અને પ્રકાશદીપ તેમજ તેના ઉપનયને બરોબર સમજી સબીજ શ્રત આરાધક એવા સાધુએ સૂત્રનીતિને વફાદાર રહીને ક્ષાયિકચારિત્રની પ્રાપ્તિ માટે તથા ક્ષાયિક જ્ઞાનના પ્રગટી કરણ માટે પ્રયાસ કરવો.
શી રીતે આવો પ્રયાસ કરી શકાય ? આવો પ્રયાસ કરવા માટે (૧) અસંભ્રાન્ત ગુણને કેળવવો અને (૨) અનુત્સુક્તા ગુણને કેળવવો. અસંભ્રાન્ત ગુણ આવતાં તત્ત્વમાં ક્યાંય ભ્રાન્તિ રહેતી નથી, લક્ષ્યથી મન વિચલિત થતું નથી. અનુસુક્તા ગુણ પ્રગટ થતાં લક્ષ્ય રૂપ અધ્યાત્મ સિવાયની બાબતોમાં કુતૂહલ રહેતું નથી.
આ બે ગુણોના યોગે સાધુએ સાધુધર્મના શત્રુરૂપ વિરાધના સ્થાનોથી બચી શ્રમણધર્મનો યોગ આરાધવો જોઈએ.
આ રીતે જે સબીજ શ્રત આરાધક સાધુ ક્ષાયિક જ્ઞાન અને ચારિત્ર માટે પ્રયત્ન કરે તે સૌ પ્રથમ સુધા-પિપાસા વિગેરે પરિષદોથી પરાભૂત થતો અટકી જશે.
137
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।