________________
પેટાળ સુધી ફેલાયેલા હોવાથી સમુદ્રની આંધી કે તોફાન વડે કદી વિખેરાઈ જતાં નથી...
(૩) ચારિત્રગુણ પણ આશ્વાસ દ્વીપ જેવો છે. તેના બે પ્રકાર છે : પ્રતિપાતી ચારિત્ર અને અપ્રતિપાતી ચારિત્ર. પ્રતિપાતી ચારિત્ર એટલે ક્ષાયોપમિક ભાવનું ચારિત્ર અને અપ્રતિપાતી ચારિત્ર એટલે ક્ષાયિકભાવનું ચારિત્ર.
ક્ષાયોપશમિકભાવનું ચારિત્ર ‘સ્પંદનયુક્ત આશ્વાસદ્વીપ' જેવું છે. જે સંસારસાગરમાં રખડતાં આત્માને કર્મલઘુતા થવાથી કર્મના જ ક્ષય-ઉપશમના સહારે પ્રગટ થાય છે. કાળક્રમે કર્મનો તથાવિધ ક્ષયોપશમ ચાલ્યો જવાથી આ ચારિત્ર પતન પણ પામી શકે છે.
(૪) જ્યારે ક્ષાયિક ભાવનું ચારિત્ર ‘સ્પંદન રહિત આશ્વાસ દ્વીપ' જેવું છે. આ ચારિત્ર મોહનીય કર્મને મૂળમાંથી ફેંકી દઈને આત્માના પેટાળ સુધી વિસ્તરેલું હોવાથી કદી પણ પતન નથી પામતું. પ્રગટ થયાં પછી સદાકાલીન સ્થિર રહે છે. કર્મના આંધી કે તોફાન હવે તેને અસર કરશે નહીં.
(૫) સંસાર સાગરમાં ભટકતાં અને મોક્ષભૂમિના કાંક્ષી એવા જીવો માટે ચારિત્ર એ દ્વીપ જેવું છે. જે અલ્પ કે ચિરંતન સમય માટે ભવસાગરથી મુક્તિનો અહેસાસ કરાવે છે.
પ્રકાશદીપ અને તેના ઉપનય :
135
(૧) હવે, વાત ઉપસ્થિત થાય છે ‘પ્રકાશદીપ'ની. અંધકાર ભરેલી અટવીમાં ભૂલા પડેલાંને માર્ગ જ દેખાય તેમ નથી. માર્ગ જ ન મળે તો વ્યક્તિ ઇષ્ટ સ્થળે તો ન પહોંચે, સ્વયંનું અસ્તિત્વ પણ ન ટકાવી શકે.
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।