________________
શ્રુત આરાધકના બે પ્રકારો :
જૈનશાસનમાં સબીજ આરાધકોના બે પ્રકારો કહ્યાં છે. એક તો વ્યક્ત અને બીજો અવ્યક્ત. બંને પ્રકારના આરાધકો પ્રવચન માતાના સંગે ચારિત્રરૂપી પ્રાણને ટકાવીને જ્ઞાનની ઉન્નતિને પામી રહેલાં કે પામેલાં છે.
અહીં, પહેલાં પ્રકારના વ્યક્ત આરાધક એટલે કેવળજ્ઞાની ભગવંતો કે જેઓ પ્રવચનમાતાના આસેવનનું સંપૂર્ણ ફળ પામી ચૂક્યાં છે. પ્રવચન માતાના આસેવનનું પૂર્ણફળ સર્વજ્ઞદશા છે જે કેવળીને પ્રગટેલી છે.
બીજા પ્રકારના અવ્યક્ત આરાધક એટલે કેવળજ્ઞાન નહીં પામેલાં, પરંતુ પ્રવચનમાતાના સેવનમાં નિરંતર ઉઘુક્ત એવા શ્રુત આરાધક મુનિઓ.
આવા અવ્યક્ત આરાધક મુનિઓને પ્રવચન માતાનો ત્યાગ પાલવે નહીં કેમકે પ્રવચન માતાના ફળની નિષ્પત્તિ જ હજી તેમને બાકી છે. તેથી પ્રવચન માતાને અખંડ રાખીને શ્રુતની આરાધના તેઓ કરે.
શ્રુત પ્રાપ્તિ બે રીતે :
એક તો જ્ઞ પરિક્ષા વડે શ્વેત આરાધના કરે અને બીજા નંબરે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે શ્રુત આરાધના કરે. પ્રવચન માતાઓને પણ જ્ઞ પરિક્ષા તેમજ પ્રત્યાખ્યાન પરિજ્ઞા, બંને વડે આવો સાધુ જાણે. આઠે પ્રવચનમાતાને આ બંને પરિક્ષા વડે જાણવી જોઈએ, જો તેનો ત્યાગ નથી કરવો તો... પ્રવચનમાતાના ત્યાગથી બચવા માટે આ જરૂરી છે. શપરિશા વસ્તુતત્ત્વનો માત્ર બોધ કરાવનારી છે, જ્યારે પ્રત્યાખ્યાન પરિશા યથાસ્થિત બોધપૂર્વકની ક્રિયા કરાવનારી છે.
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।
133