________________
આવો સબીજ શ્રુત આરાધક પ્રવચનમાતા વડે સંયુક્ત છે તે વાત સામાન્યથી કહીને તે જ વાતને વિસ્તારથી સૂચવતાં ગ્રંથકારે કહ્યું છે કે પ્રવચન માતાથી સંયુક્ત એવો સાધુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી મંડિત છે, ગુપ્ત છે. આવા સબીજ શ્રુત આરાધક સાધુને પ્રથમ તો અષ્ટ પ્રવચનમાતાની ખૂબ જરૂર છે કેમકે આવા સાધુમાં ચારિત્રરૂપી પ્રાણ પ્રગટેલાં છે, હવે તેની વધુ ને વધુ નિર્મળતા અને પુષ્ટિ માટે તે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરી રહ્યો છે. જો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરતાં કરતાં પ્રવચનમાતા જ તેનામાંથી ખરી પડે તો ? કેવું ભયાનક અનિષ્ટ સરજાય જાય ? એવું ભયાનક અનિષ્ટ સરજાઈ જાય કે શ્રુતઆરાધક પણું તો ન ટકે, ચારિત્રરૂપી પ્રાણ જ વિનાશ પામી જાય.
સબીજ શ્રુત આરાધક એવા સાધુ માટે અષ્ટપ્રવચન માતાનો ત્યાગ ચારિત્રરૂપી પ્રાણોનું મરણ કરાવી દેનાર છે કેમકે આવો સાધુ હજુ અવ્યક્ત શ્રુત આરાધક છે અને તેથી તેના જ્ઞાનાદિ ભાવો બાળક તુલ્ય છે.
નાનકડું બાળક જો માતાનો ત્યાગ કરી દે તો તેની વાચા, વિદ્યા અને જીવન, વૃદ્ધિ તો નથી પામતાં, પરંતુ તેના પ્રાણ જ ભયમાં મૂકાય જાય છે. બસ ! તે જ રીતે સબીજ શ્રુત આરાધક એવો સાધુ જો પ્રવચનમાતાને પરિહારી દે તો તેના જ્ઞાનાદિભાવોની પુષ્ટિ, સ્થિતિ અને વૃદ્ધિ તો દૂર રહી, ચારિત્ર રૂપી પ્રાણ જ ખરી પડે તેમ છે.
આમ કેમ કહો છો ? કેમકે હજી આ સાધુ અવ્યક્ત શ્રુત આરાધક છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
132