________________
આથી, અટવીમાં ભ્રાન્ત થયેલાંને પ્રકાશની જરૂર છે. જયાં સૂર્ય કે ચન્દ્ર પ્રકાશ આપી શકે તેમ નથી તેવી અટવીમાં પ્રકાશ મેળવવાનો સહારો ફક્ત દીપક જ છે. આવા પ્રકાશદીપ'ની જરૂર અટવીમાં અટવાયેલાને રહે છે. પ્રકાશદીપ બે પ્રકારના હોય છે. એક તો અસ્થિર પ્રકાશદીપ અને બે, સ્થિર પ્રકાશદીપ. | મશાલ વિગેરેના પ્રકાશને અસ્થિર પ્રકાશદીપ ગણી શકાય કેમકે તે ઇંધણના જોરે પ્રગટે છે અને હલન-ચલન કરતો રહે છે. ઇંધણ પૂરું થશે એટલે તે સમાપ્ત થઈ જશે.
જ્યારે મણિ કે રત્નો વડે પ્રકાશમાં દીપને સ્થિર પ્રકાશ દીપ કહી શકાય કેમકે તેનો પ્રકાશ સ્વયંભૂ હોય છે, ઇંધણ વડે
પ્રગટનારો નથી તેમજ હલન-ચલન કરનારો પણ નથી. (૨) જ્ઞાન એ “પ્રકાશદીપ' સમાન છે અને મોહનીય કર્મનો ઉદય
એ ભાવઅંધકાર ભરેલી ઘોર અટવી છે. મોહના અંધકારમાં અંધવત્ બનેલાને જ્ઞાન રૂપી “પ્રકાશ દીપ' જ એક તરણોપાય
છે. જે અટવીમાંથી મુક્તિ આપે છે, મુક્તિનો માર્ગ દર્શાવે છે. (૩) જ્ઞાનગુણના બે પ્રકાર છે. (૧) પ્રતિપાતી જ્ઞાન (૨) અપ્રતિપાતી
જ્ઞાન. જ્ઞાયોપથમિકભાવના જ્ઞાનને પ્રતિપાતી જ્ઞાન કહેવાય
અને ક્ષાયિકભાવના જ્ઞાનને અપ્રતિપાતી જ્ઞાન કહેવાય. (૪) ક્ષાયોપથમિક ભાવનું જ્ઞાન “અસ્થિર પ્રકાશદીપ' જેવું છે. જે
કર્મના ક્ષયોપશમ રૂપ ઈધણ વડે પ્રગટે છે અને કાળાંતરે ઇંધણ
ખૂટી પડતાં દીપકની જેમ આ જ્ઞાનનું પણ પતન થઈ જાય છે. (૫) ક્ષાયિકભાવનું જ્ઞાન “સ્થિર પ્રકાશદીપ’ જેવું છે જે કર્મના
ક્ષયોપશમ રૂ૫ ઇંધણ ઉપર નિર્ભર નથી પરંતુ જ્ઞાનાવરણીય
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
136