________________
રતિ-અરતિના સ્પંદન મંદ પડવાથી મોહનીય કર્મ પણ નિવૃત્ત થતું ચાલ્યું અને સમ્યફ ચારિત્ર રૂપ આરોગ્યનો અહેસાસ શરૂ થયો.
૨૨ પરીષહો અને ઉપસર્ગો આવી પડ્યાં તો પણ હૃદયમાં તત્ત્વની સંવેદના અકબંધ હતી તેથી તે કર્મરૂપ મહારોગના વિકારોની પુષ્કળ માત્રામાં શાંતિ કરી દેનારા બન્યાં અને એ રીતે ચારિત્રરૂપ આરોગ્ય ઉત્તરોત્તર વધતું ચાલ્યું...
ચારિત્રરૂપ આરોગ્ય વધવાથી ફાયોપથમિક ભાવ પણ વધ્યો અને એથી શુભ પરિણામોની સ્થિરતા પણ વધી. અનુક્રમે ચિત્તની ઉપશાંતિ રૂપ તેજોલેશ્યા પણ આવા સાધુની વધતી ચાલી કેમકે મનના ભાવ દ્વન્દો હવે તદ્દન ઉપશાંત બનેલાં છે...
આવી કર્મરોગની શાંતિ અને નિવૃત્તિ કરાવનારી પ્રક્રિયામાં મૂકાયેલો આ સાધુ, પરીષહ અને ઉપસર્ગો વચ્ચે પણ શુભ પરિણામોની સ્થિરતા ટકી અને ઉપશાંતિ વૃદ્ધિ પણ પામી તે ઉપકાર સુગુરુનો છે તેમ માને છે અને એથી સુગુરુરૂપ ભાવ વૈદ્ય પ્રત્યે હૃદયથી અત્યંત બહુમાન ધારણ કરે છે.
તેનું મંતવ્ય છે કે કર્મરૂપ મહારોગની નિવૃત્તિ કરાવનાર ધવંતરી તો સુગુરુ જ છે ને?
તેનો સુગુરુ પ્રત્યેનો આવો આદર અસંગપ્રતિપત્તિ રૂપ હોય છે. અપ્રશસ્ત સ્નેહરાગ રૂપ તો તેનો ગુરુપ્રેમ નથી જ, પ્રથમ પ્રશસ્ત સ્નેહરાગ રૂપ છે અને ક્રમશઃ સ્નેહરહિત પણે પણ ગુર્વાષાની પ્રતિપત્તિ થવાથી તે અસંગ પ્રતિપત્તિ રૂપ છે.
ખરેખર કર્મવ્યાધિની ચિકિત્સા કરાવનારી આવી ગુરૂપ વૈદ્યની અસંગ પ્રતિપત્તિ તીર્થંકરદેવે ખૂબ ગજબની અને મહાન કહી છે કે જેમાં ઔદયિક પરિણામોનો સદંતર અભાવ છે. ફક્ત ક્ષાયોપથમિક
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
14