________________
છે અને ઉન્માદ એ તેનું અનિષ્ટ ફળ છે. અવિધિથી ગ્રહણ કરેલું શ્રુત ઉન્માદ વિગેરેને વશ કરે છે. ઉપલક્ષણથી રોગો, આતંક, ચિત્તત્રાસ, વ્યંતરોનો ઉપદ્રવ વિગેરે પણ ઉન્માદની જેમ શ્રતનું અનિષ્ટ ફળ છે.
જેઓ એકાંતે સૂત્રને આરાધતાં જ નથી તેમને વિધિ અથવા અવિધિ, બેમાંથી એક પણ વિભાગ લાગુ પડતો ન હોવાથી તેમને મોક્ષફળ પણ મળનાર નથી કે ઉન્માદ વિગેરે અનિષ્ટ ફળ પણ મળનાર નથી.
શાત્રે એમ કેમ કહ્યું કે શ્રુતના એકાંતે અનારાધકને કેમ ઇષ્ટ અથવા અનિષ્ટ ફળ થતું નથી એવો જો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ તે છે કે તેવા આત્માને શ્રુતની આરાધનાનો હજુ આરંભ જ નથી થયો. જયાં શ્રુતની આરાધનાનો જ આરંભ નથી ત્યાં આરાધનાનો વિધિ કે પછી અવિધિ, પ્રવેશ શી રીતે કરે ?
માર્ગસ્થ દેશના યુતની આરાધના છે. માર્ગસ્થ દેશનાની અનારાધનાના ત્રણ પ્રકારો :
શ્રુત એ તત્ત્વદેશના સ્વરૂપ છે. માર્ગ0 એવી તાત્ત્વિક દેશનાની અનારાધનાના ત્રણ પ્રકાર છે. (૧) દુઃખ (૨) અવધારણા (૩) અને અપ્રતિપત્તિ... • માર્ગસ્થ દેશનાની પહેલી અનારાધના :
કેટલાંક જીવો એવા ભારે કર્મી હોય છે કે તેઓ માર્ગસ્થ દેશના જેમ-જેમ સાંભળે તેમ તેમ તેમને ત્રાસ-ત્રાસ અનુભવાય. આમ, તેઓ તાત્ત્વિક દેશનાથી દુઃખ પામે છે.
આવું શું બને કે જીવ તાત્ત્વિક દેશનાથી ત્રાસ અનુભવે ? હા, આવું પણ બને કેમકે તેવા જીવોનું મોહનીય કર્મ તથા પ્રકારક છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
124