________________
તેમની આવી શ્રુત વિરાધના ઉન્માદ, વ્યંતર પીડા વિગેરે અનર્થો આપનારી જેમ છે તેમ તે જ વિરાધના પરંપરા એ મોક્ષનું અંગ પણ બનનારી છે એટલું જ નહીં, મહામિથ્યાત્વ જેવા ગુરુતર દોષોથી નિર્મુક્ત રહેલી પણ છે તેથી તે અર્થભૂત પણ છે. તાત્પર્ય એ છે કે માર્ગાનુગામી આત્માએ કરેલી વિરાધના પ્રત્યક્ષપણે જેમ ગેરલાભ કરનારી છે તેમ પરંપરાએ લાભનું અંગ પણ બને છે. • માર્ગાનુગામીની શ્રુત વિરાધનામાં પણ ત્રણ લાભ રહ્યાં છે
એથી સ્તો મૂળસૂત્રકારે અહીં માર્ગસ્થ દેશનાના વિરાધક માટે પણ કહ્યું છે કે મહેસTIણ મurળવેલો, પવિત્ત, किरियारंभो ।
માર્ગાનુગામી આત્મા માર્ગસ્થ દેશનાની એટલે કે શ્રુતની વિરાધના કરનાર બન્યો હોય તો પણ તેમાં ત્રણ લાભો સચવાયેલાં રહેવાની સંભાવના છે. (૧) અનભિનિવેશ (૨) પ્રતિપત્તિ (૩) ક્રિયારંભ.. (૧) પહેલો લાભ એ કે શ્રતની વિરાધના કરતો હોવા છતાં પણ
આવા માર્ગસ્થ વિરાધકને પારમાર્થિક દેશનામાં વિપરીત અભિનિવેશ નહીં રહે. દુરાગ્રહ નહીં રહે. હેયને ઉપાદેય બતાવવાની હઠ નહીં રહે. પહેલાં પ્રકારના વિરાધક કરતાં ઓછી શ્રુતની વિરાધના કરનારો માર્ગસ્થ જીવ માર્ગસ્થ દેશનાની પ્રતિપત્તિ પણ કરશે, સ્વીકાર
પણ કરશે. ફક્ત દુરાગ્રહ ત્યજીને અટકી નહીં જાય. (૩). ત્રીજા પ્રકારના જીવો તો બીજા પ્રકારના જીવો કરતાં પણ
શ્રુતના અલ્પતર વિરાધક છે તેથી તેઓ તો શ્રતની વિરાધના ચાલુ હોવા છતાં ક્રિયાના આરંભનો લાભ પણ પામશે.
(૨)
127
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।