________________
અંતે તે બુદ્ધિમાન પુરુષે મા-બાપની અનિચ્છા હોવા છતાં તેમને અને પોતાના પત્નીને જંગલમાં જ એક સુરક્ષિત વૃક્ષ નીચે બેસાડ્યાં. તેમના પર કપડું વિગેરે ઢાંકી દીધું અને એ પછી તેમને ત્યાં જ છોડી દઈને નજીકના ગામમાં તેમનું ઔષધ લેવા માટે તેમજ પોતાની આજીવિકા મેળવવા માટે ચાલ્યો.
કોક ગામમાં જઈ ક્યાંક થોડી મહેનત કરી થોડું ધન કમાઈને ઔષધ ખરીદ્યાં. ઔષધ લઈને તે ફરી અટવીમાં આવ્યો. મા-બાપને અને પત્નીને તેમના મહારોગના ઔષધ પીવડાવ્યાં અને તે દ્વારા તેમને મૃત્યુના ભયથી ઉગારી લીધાં. તેમના જીવન બચાવ્યાં.
હવે, અહીં એ વિચારો કે આ પુરુષે જંગલમાં બિમાર પડેલાં મા-બાપ વિગેરેને છોડી દીધાં તે યોગ્ય કર્યું કે અયોગ્ય ?
સર્વશાસ્ત્રવેદીઓનો અભિપ્રાય છે કે તેણે યોગ્ય કર્યું એમ જ કહેવાય. જંગલમાં બિમાર પડેલા મા-બાપનો તેણે જે ત્યાગ કર્યો તે તેને ફરીવાર મા-બાપ સાથે લાંબો સમય સંયોગ કરાવી આપનાર હોવાથી નિર્દોષ છે. આ સ્થિતિમાં જો તેણે મા-બાપ વિગેરેનો ત્યાગ કર્યો ન હોત તો તેઓ જીવિત જ ન રહત અને તેથી તેમનો વિયોગ સદા માટે થઈ જાત. તેથી પુત્રે કરેલો મા-બાપનો ત્યાગ ઉચિત છે. દૃષ્ટાંતનો ઉપનય :
બસ, આ છે ગ્લાનૌષધદષ્ટાંત. હવે તેનો ઉપનય વિચારીએ. કોઈ નિકટભવમોક્ષગામી, અલ્પસંસારી પુરુષ એટલે પેલો અટવીમાં ગમન કરનારો સજ્જન. સ્વજન-પરિવારના અનુરાગ-પાલન વિગેરે પ્રવૃત્તિથી ભરેલો સંસાર વાસ એ અટવીના સ્થાને છે. અલ્પ સંસારી
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
108