________________
તે અનધિકૃત દીક્ષા કહેવાય અને તેવી અનધિકૃત દીક્ષા સમ્યફ દીક્ષા બની શકતી નથી. | મુમુક્ષુ આત્મા અધિકૃત રીતે દીક્ષા પામેલો હોવાથી ભાવપૂર્વકના સંયમપાલન સાથે તે જોડાઈ રહ્યો છે અને એથી તે મહાસત્ત્વશાળી બને છે, ચારિત્રના વિશુદ્ધ આચરણવાળો બને છે, કદી પણ વિપર્યયને વશ થતો નથી એટલે કે ચારિત્ર, ચારિત્રની વિધિઓ કે ચારિત્રના ફળ જેવા વિષયોમાં મિથ્યા અભિપ્રાયને આધીન બનતો નથી.
આ સ્તો મોટી સિદ્ધિ છે. જે ક્રિયાનો આરંભ કરીએ તેમાં જો વિપર્યય ન પ્રવેશી જાય તો જ અભિપ્રેત બાબતની સિદ્ધિ થઈ શકે. વિપર્યય જો પ્રવેશી જાય તો ઉપેયને સિદ્ધ કરનારો ઉપાય જ બ્રાન્ત બની જાય અને ઉપાયો બ્રાન્ત થયાં પછી ઉપેયની સિદ્ધિ કદી થઈ શકે નહીં.
મિથ્યા અભિપ્રાય એ સંયમપાલનમાં વિપર્યય છે અને સમ્યફ અભિપ્રાય એ ઉપાય છે. આ ઉપાય જ સંયમપાલન રૂપ ઉપેયને સિદ્ધ કરે છે. આવા સમ્યગુ અભિપ્રાયને દીક્ષિત આત્મા વફાદાર રહે છે ત્યારે તે વિપર્યયને પામતો નથી અને તેથી તે હવે... - • ૧૪ ગુણો ધરનારો સાધુ આગમના અભ્યાસ માટે લાયક બને! (૧) શત્રુ અને મિત્રને સરખા ગણે છે. (૨) સોનું અને ધૂળ, બે વચ્ચે કોઈ ફર્ક જોતો નથી. (૩) અપ્રશસ્ત આગ્રહનું દુઃખ તેને રહેતું નથી કેમકે તેવા આગ્રહથી
તે નિવૃત્ત થઈ ચૂક્યો છે. (૪) ઉપશમના સુખને તે સતત સ્પંદે છે.
119
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।