________________
(૧૨-૧૩-૧૪) આવો સાધુ પોતાના અનુષ્ઠાનો પ્રત્યે સતત લક્ષ્ય
આપનારો રહે અને આ લોકના કોઈ પણ સુખની અપેક્ષા ન રાખે. ફક્ત મોક્ષની જ અપેક્ષા રાખે.
આમ, આવા ૧૪ ગુણવાળો બનીને સૂત્ર ભણે તે સૂત્રને યથા -સ્થિતપણે ભણી શકે અને ભણીને તેનું ક્રિયાપાલનમાં યથાસ્થિત નિયોજન પણ કરી શકે. • મંત્રદષ્ટાંત અને તેનો ઉપનય :
આ અરિહંતોની આજ્ઞા છે કે સૂત્રને ભણીને જેઓ તેનો વિધિ અનુસાર અમલ કરતાં નથી તેમનો સૂત્રબોધ “અવિધિથી ગ્રહણ કરેલાં મંત્રના દષ્ટાંત અનુસાર અન્યથા બને છે.
કોઈ અનભિજ્ઞ આત્માએ અવિધિથી મંત્ર ગ્રહણ કર્યો અને એ પછી તેનો જાપ કર્યો. જાપ કરવાથી ઇષ્ટની સિદ્ધિ તો ન થઈ બલ્ક જેમ જેમ જાપ વધ્યો તેમ તેમ તેનો ઉન્માદ વધવા માંડ્યો... વિપરીત રૂપે પરિણમન પામેલાં મંત્રનો આ દુષ્યભાવ હતો.
અવિધિથી સૂત્ર ગ્રહણ કરે અને તેનું યથાસ્કંદ પણે યોજન = અમલ કરે તો જેમ-જેમ આત્મા બહુશ્રુત બને તેમ તેમ રાગ-દ્વેષના ઝેરના નાશ રૂપ ઈષ્ટની સિદ્ધિ તો ન થાય બલ્ક મોહના ઉન્માદની વૃદ્ધિ જ થતી ચાલે. વિપસ પામેલાં જ્ઞાનનો આ દુગ્ધભાવ હોય છે. કે મૂત્રમ્ | ___ अणाराहणाए न किंचि, तदणारंभओ धुवं, एत्थ मग्गदेसणाए दुक्खं, अवधीरणा, अप्पडिवत्ती।
121
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।