________________
વીર પ્રભુના દીક્ષા નહીં' અભિગ્રહનું રહસ્ય : માત-પિતાને પાપાનુબંધી પાપ ન બંધાય તે માટે વીરપ્રભુએ દીક્ષાસંબંધી અભિગ્રહ લીધેલો.
૨૪માં તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ગર્ભાવસ્થામાં જ નિયમ લીધો હતો કે માતા-પિતા જીવંત હશે ત્યાં સુધી દીક્ષા નહીં લઉં. આવો નિયમ એટલાં માટે લીધો કે પ્રભુએ જ્ઞાનબળે જાણ્યું : માતાપિતાની હયાતીમાં જો હું દીક્ષા લઈશ તો તેઓ એટલો બધો કુટિલ કક્ષાનો શોક કરશે જેનાથી તેમનું મૃત્યુ તો થાય, પાપાનુબંધી પાપ પણ બંધાય. આમ, દ્રવ્ય અને ભાવ, બંને રીતે તેમનું અહિત થાય. અહીં ભાવ અહિત તો ખૂબ નુકસાનકર્તા બની ગયું કહેવાય. આવું ભાવ અહિત માત-પિતાનું ન થાય એ માટે તેમની હયાતીમાં મારે દીક્ષા લેવી નહીં.
આમ, સ્વજનાદિકને પીડા પહોંચાડ્યાં વિના દીક્ષા લેવી. તે પણ સુગુરુ પાસે લેવી, કુગુરુ કે અગીતાર્થ ગુરુ પાસે નહીં.
દીક્ષાદિનનો પૂર્વવિધિ અને ‘પ્રવ્રજ્યા’ શબ્દનો અર્થ : દીક્ષાગ્રહણના અવસરે સવારે આવશ્યક ક્રિયા અચૂક કરવી. તે પછી અરિહંત અને ગુરુની યથોચિત પૂજા કરવી. ત્યારબાદ યોગ્ય વસ્ત્રો પહેરી દુઃખી, ગરીબ, નોંધારા અને કૃપણ જીવોને પોતાની સ્થિતિ અનુસાર દાન આપીને ખુશ કરવા. તે પછી સુંદર મુહૂર્ત અને સુંદર શુકનોને સ્વીકારી, પ્રબળ ચિત્તપ્રસન્નતાપૂર્વક, ગુરુ દ્વારા મંત્રિત વાસનિક્ષેપ વડે વાસિત બની, દેવવંદનાદિ વિધિ સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરવી.
પ્રવ્રજ્યા શબ્દનો અર્થ શું છે ? આજ સુધી સંસારમાં અનેક રીતિના લૌકિક ધર્મો - વ્યવહારો પાળ્યાં. લૌકિકધર્મો-વ્યવહારોને છોડીને લોકોત્તર એવા ચારિત્ર ધર્મ તરફ જવું તેનું નામ પ્રવ્રજ્યા.
तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।
113