________________
અહીં દીક્ષા ગ્રહણ કરવાનો જે વિધિ કહ્યો છે તે જિનાજ્ઞા છે. જિનાજ્ઞા છે માટે જ તે મહાકલ્યાણકારી છે તેવી પાક્કી શ્રદ્ધા કરીને આ વિધિની તેમજ સ્વીકારેલી પ્રવ્રજયાની કદી વિરાધના ન કરવી કેમકે વિરાધેલી જિનાજ્ઞા, અસીમ અનર્થો આપનારી છે.
મોક્ષના અભિલાષીએ તેથી જ સ્વીકારેલ પ્રવ્રયાને આરાધવી. વિરાધવી નહીં. પ્રવ્રજ્યાની આરાધના જ મોક્ષનો માર્ગ છે. પ્રવ્રજ્યાની આરાધના સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ અસ્તિત્વમાં નથી.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
114