________________
પૂરતી વ્યવસ્થા કરી આપી. (૩) પછી પણ ન માન્યાં તો દ્રવ્યથી દંભ કરીને દુઃસ્વપ્ન વિગેરે કહીને તેમની રજા લેવાની કોશિષ કરી...
આમ છતાં જો માતા-પિતા કે પત્ની વિગેરે દીક્ષા લેવાની રજા ન જ આપે તો અંતે તેમની નાસંમતિની ઉપરવટ જઈને તેમનો ત્યાગ કરવો, દીક્ષા લેવી.
આ રીતે લીધેલી દીક્ષા એ મા-બાપ કે પત્નીને તરછોડવાની વૃષ્ટતા નથી પરંતુ ગ્લાનૌષધ દૃષ્ટાંતના ન્યાયથી તેમના જ હિતની કામના છે, તેમના જ ભાવરોગની ચિકિત્સા છે તેથી તે તેમની સાથેનો અન્યાય નથી.
આ રીતે લીધેલી દીક્ષા વ્યવહારથી પણ ન્યાયોચિત છે. ગ્લાનૌષધ દષ્ટાંત ન્યાય અહીં સાક્ષીરૂપ છે.
ગ્લાનીષધદષ્ટાંતન્યાય'નું હૃદયભેદી દષ્ટાંત :
કોઈ સજ્જન પુરુષ એકવાર ઘોર અટવીમાં ગયો. પોતાની સાથે વૃદ્ધ માતા-પિતાને અને પત્નીને પણ તે લઈ ગયો. ઘોર જંગલમાં સૌ મધવચાળે પહોંચ્યાં. ત્યાં કોઈ દુર્દેવના ઉદયથી મા-બાપ અને પત્નીને અસાધ્ય રોગ પેદા થઈ ગયો. એવો અસાધ્ય રોગ કે જેની દવા શક્ય છે પરંતુ દવા જો કરવામાં ન આવે તો તે રોગીને નિયમા મારી નાંખે તેવો છે.
હવે આ સંયોગોમાં મૂકાયેલો સજ્જનપુત્ર વિચારે છે કે ઔષધ ન થયું તો મા-બાપનું જીવન નહીં જ ટકે તે નિશ્ચિત છે અને ઔષધ કરું તો જીવન ટકી પણ જાય. વળી, ઔષધ લઈને આવું ત્યાં સુધી તેમનું જીવન ટકી રહે તેવું છે, ક્ષણભરમાં પૂરું થાય તેવું નથી... તો શું કરું ?
107
तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।