________________
સ્થિતિમાં સૌપ્રથમ માતા-પિતા-પત્ની-પુત્ર વિગેરે સ્વજનોના નિર્વાહનો બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં કરી આપવો.
આજીવિકા માટે જરૂરી ઘર, ધન, દુકાન, કળા વિગેરે તેમને એ રીતે આપી દેવા જેથી પોતાની ગેરહાજરીમાં તેઓ દુઃખી થાય નહીં.
મા-બાપ-પત્ની વિગેરેને જીવનપર્યત ચાલે તેવી આજીવિકા આપી શકે એટલું સામર્થ્ય દીક્ષાર્થી પાસે હોય નહીં અને મા-બાપ પાસે પણ પોતાનો નિર્વાહ કરી શકે તેવી મૂડી વિગેરે ન હોય તો થોડો સમય સંસારમાં રહી, ધન એકત્ર કરી મા-બાપ-પત્ની વિગેરેને નિર્વાહનું કંઈક પણ સાધન આપી દેવું.
આમ કહેવા પાછળનો શાસ્ત્રનો આશય શું છે ? એક જ આશય છે કે દીક્ષાર્થી કૃતઘ્ન ન બનવો જોઈએ. તેનામાં કૃતજ્ઞતા ગુણ વિકસિત બનેલો છે તેથી ઉપકારી માતા-પિતાને નિર્વાહના ફાંફા પડે તેમ હોય તો તેવી સ્થિતિમાં તેમનો ત્યાગ કરવો દીક્ષાર્થીને શોભે નહીં. તેમને નિર્વાહનું પૂરતું સાધન આપવું તે દીક્ષાર્થી પુત્રની ફરજ છે, કૃતજ્ઞતા છે.
દીક્ષાર્થીએ યાદ રાખવું ઘટે કે કરૂણા તો ધર્મની જનેતા છે અને જગતમાં જિનશાસનની ઉન્નતિ કરાવનાર છે !
આ રીતે માતા-પિતા વિગેરેને નિર્વાહનું પૂરતું સાધન આપીને અંતે દીક્ષાર્થીએ સંયમ ગ્રહણ કરવું. • તો દ્રવ્યથી માયાનું સેવન કરીને મા-બાપની સંમતિ લેવી ?
હવે, મા-બાપ-પત્ની વિગેરે દીક્ષા તો ન લે, તેમને પૂરતી આજીવિકા ગોઠવી આપ્યા પછી પણ જો તેઓ દીક્ષા લેવાની આજ્ઞા ન આપે તો શું કરવું ?
105
तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।