________________
પુરુષ આવા અટવી તુલ્ય સંસારવાસમાં કર્મવશ પડ્યો છે, માતાપિતા અને પત્ની વિગેરેથી બંધાયેલો છે.
અસાધ્ય રોગના સ્થાને છે મોહનો પ્રબળ જવર. મા-બાપ વિગેરે સ્વજનોને મોહના પ્રબળ જવરની બિમારી સંસાર અટવીમાં પેદા થઈ છે તેથી તેઓ પુત્રને સંસારત્યાગનો નિષેધ કરે છે. મોહના જવરની બિમારી એવી છે કે જે સમ્યક્ત્વ વિગેરે ઔષધ વડે ઉપશાંત થઈ પણ શકે છે પરંતુ જો તેવું ઔષધ ન લીધું તો તે અવશ્ય માત-પિતાપત્ની વિગેરેનો નાશ કરી દેનારી છે.
હવે આ સ્થિતિમાં સપડાયેલો દીક્ષાર્થી સંસારવાસ રૂપી અટવીમાં માત-પિતાદિકના દ્રવ્ય નિર્વાહની વ્યવસ્થા કરીને તેમનો ત્યાગ કરે છે અને તેમના જ મોહરૂપી અસાધ્ય રોગનું ઔષધ મેળવવા માટે ગીતાર્થ ગુરુના શરણે તે પોતાનું જીવન સમર્પણ કરે છે.
ગુરુકુળવાસમાં વરસો વ્યતીત થતાં જ્યારે પોતાનામાં યોગ્યતા અને સામર્થ્ય પ્રગટશે તેમજ ગુરુદેવ પણ આજ્ઞા આપશે ત્યારે તે પોતાના મોહાકુલ માતા-પિતા-પત્ની પાસે આવી તેમને વિશિષ્ટ પ્રતિબોધ આપી તેમના મોહરોગનું ઉપશમન કરશે, તેમને સમ્યક્ત્વ પમાડી દેશે. એથી તેમનો મોહરોગથી થનારો વિનિપાત અટકી જશે અને તેઓ આત્મિક જીવન પામશે.
આમ, દીક્ષાર્થીએ મા-બાપની નામરજી ઉપરાંત પણ દીક્ષા માટે કરેલો મા-બાપનો ત્યાગ તાત્ત્વિક રીતે તત્ત્વભાવનાથી પ્રેરાયેલો હોવાથી અને મા-બાપનું જ સરવાળે હિત કરનારો હોવાથી સુંદર છે, યોગ્ય છે અને જો તેવી સ્થિતિમાં દીક્ષાર્થી દીક્ષા માટે મા-બાપની નાસંમતિને વશ થઈ તેમનો ત્યાગ ન કરે તો તે પ્રવૃત્તિ મિથ્યા ભાવનાઓથી પ્રેરાયેલી હોવાથી તથા સરવાળે મા-બાપ વિગેરેનું જ અહિત કરનારી હોવાથી અનુચિત છે.
109
तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।