________________
કેમકે મહાવ્રતધર ગુરુનું આજ્ઞાંકિત પણું સ્તો મોહને ઉખેડી ફેંકવાનું મુખ્ય શસ્ત્ર છે.
આ રીતે ઉપર્યુક્ત ભાવોના કુશળ અભ્યાસ વડે ધીરે ધીરે એવી કર્મલઘુતા પ્રગટે છે જેના બળે સાધુધર્મ માટેની યોગ્યતાને આત્મા પામી જાય.
એ યોગ્યતાને પામેલો આત્મા, સંસારને દોષમય માનતો હોવાથી તેનાથી વૈરાગ્યને પામે છે, મોક્ષનો ચાહક બને છે, કદી પરપીડા નથી કરતો, અચૂક ગ્રંથિભેદ કરે છે તેમજ શુભ કર્મ ફળ વધવાથી ઉત્તરોત્તર શુદ્ધિને ધારણ કરે છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।