________________
તો વળી, મળેલો મનુષ્ય જન્મ સંસારસાગરમાં કેટલો બધો દુર્લભ છે ? ખળભળતા સમુદ્રમાં કોઈ વ્યક્તિનું રત્ન પડી ગયું હોય, હવે તેની શોધ ચલાવીએ તો તે ક્યારે મળે ? બસ એવી જ સ્થિતી આ માનવભવની છે. એકવાર માનવભવ મેળવ્યાં પછી જો તેને મોહાદિને વશ બનીને વિફળ કરી દઈએ તો તેની ફરીવાર પ્રાપ્તિ થવી દુર્લભ છે.
આવું શા માટે ? તેનું કારણ તે છે કે પૃથ્વિકાય વિગેરેની કાયસ્થિતિ અતિસંખ્યક છે અને મનુષ્યભવની કાયસ્થિતિ અત્યલ્પ સંખ્યક છે. એટલું જ નહીં, પૃથ્વીકાય વિગેરેની યોનિઓ દુઃખપ્રચૂર છે કેમકે ત્યાં જીવને અશાતાવેદનીયનો ઉદય જ નિરંતર પ્રવર્તે છે અને તે પણ ઉત્કટ પ્રમાણમાં... હવે દુ:ખની ઓછપ ક્યાંથી થાય ? તે પૃથ્વીકાય આદિના જન્મો મોહના અંધકારથી સતત ગ્રસ્ત રહેનારા પણ છે કારણ કે તે જન્મોમાં મોહનીય કર્મનો તીવ્રતમ ઉદય સહજ રીતે આત્માને થયો હોય છે. તે ભવો પ્રાયઃ પાપના અનુબંધથી પણ ભરેલાં હોય છે... આમ, ચારિત્ર ધર્મના ગ્રહણ અને પરિણમન માટે પૃથ્વીકાય વિગેરે ભવો સંપૂર્ણપણે ગેરલાયક છે.
ચારિત્રધર્મના ગ્રહણ અને પરિણમન માટે યોગ્ય છે ફક્ત મનુષ્ય જન્મ. આ જન્મ દુર્લભ છે, સંસારસાગરથી પાર ઉતારનાર હોવાથી સંસારસાગરમાં જહાજ સમાન છે અને એથી જ વિરતિધર્મ માટે યોગ્ય છે.
મનુષ્યજન્મને સંસારસાગરથી તારનારું જહાજ કેમ કહો છો ? એ અપેક્ષાએ કે ચારિત્ર ધર્મ અહીં આત્મા પામી શકે છે. ચારિત્રધર્મથી વેષ્ટિત બનેલાં આત્માનો માનવભવ એ સાચે એવું જહાજ છે જેમાં વ્રતરૂપી સંવર વડે છિદ્રો પૂરી દેવામાં આવેલાં છે. હિંસા-જૂઠ
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
96