________________
આ રીતે વિશુદ્ધિને પામેલાં, મનોભાવોનું સતત ઉર્વીકરણ કરતાં એવા શ્રાવકે સાધુધર્મના સ્વીકાર માટે પ્રયત્ન કરવો જોઈએ. • અન્યને દુઃખ પહોંચાડ્યાં વિના દીક્ષા લે ! :
દીક્ષા શી રીતે લેવી જોઈએ ? માતા-પિતાને પૂછજ્યાં વિના, તેમને નોંધારા મૂકીને, સ્વજનો, પત્ની વિગેરેને રઝળતાં કરીને કે તેમની અનુમતિ ગ્રહણ કરીને ?
રાજમાર્ગ તે જ છે કે માતા-પિતા, પુત્ર-પત્ની વિગેરે અન્યજીવો = સ્વજનોને વ્યથા પહોંચાડ્યા વિના દીક્ષા ગ્રહણ કરવી કારણ કે પરપીડન એ સાધુધર્મના પ્રગટીકરણમાં પણ અંતરાય કરનારું અશુભ પરિબળ છે, એવું નથી કે તે ફક્ત અન્યજનોને જ વ્યથા પહોંચાડે છે.
આમ, પરપીડન ધર્મગુણના પ્રગટીકરણમાં પણ વિદ્ધ કરનાર હોવાથી સ્વજનોને દુઃખી-દુઃખી કરીને દીક્ષા લેવી સામાન્યથી ઉપાય રૂપ નથી. અર્થાત્ તેવો ઉપાય સંયમ પ્રાપ્તિ માટે ઈષ્ટ નથી કેમકે તેવું કરવાથી દીક્ષાર્થીને પણ અકુશળ કર્મનો બંધ થાય છે એટલે કે પાપબંધ થાય છે. પાપબંધ તો હિતકારી નથી જ ને ? પાપબંધ ધર્મના ઉત્થાનમાં અવરોધ રૂપ છે.
માત-પિતાદિ સ્વજનોને દીક્ષાની અનુમતિ માટે પ્રતિબોધ શી રીતે આપવો ?
એક તરફ સ્વજનની સંમતિ વિના દીક્ષા લેવી ઉચિત નથી અને બીજી તરફ સંમતિ માંગવા છતાં સ્વજનો સંમતિ આપતાં નથી... હવે શું કરવું ?
સંમતિ ન આપનાર કોણ છે ? તેનો અહીં વિચાર કરો. પ્રાયઃ દીક્ષા માટે નાસંમત થનારી વ્યક્તિઓમાં પોતાના માતા-પિતા જ મુખ્ય બન્યાં હશે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।