________________
ઊંડાણથી જોતાં દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ જ કુશલાનુબંધી કર્મ એટલે કે પુન્યાનુબંધી પુન્યનો પ્રવાહ રચી દેનારું પરિબળ છે. જે કુશળ અનુબંધ ભવાંતરમાં પણ તથાભવ્યત્વના પરિપાકની સાધનાને ફરીથી ઉજ્જવિત કરી દે છે...
દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ “મોક્ષબીજ બનો એ વિધાનનો અર્થ એ છે કે આ બહુમાન ભાવ કુશળ અનુબંધવાળો બનો, જેથી ભવાંતરમાં ફરી ફરીને તે પ્રાપ્ત થતો રહે.
અહીં, પુન્યની માંગણી નથી પરંતુ પુન્યના અનુબંધની માંગણી છે તે લક્ષમાં રાખવું ઘટે ! • ચાર પ્રણિધાન :
શ્રી અરિહંતો અને ગુરુદેવોનો સંયોગ મળે, તેમનો બહુમાન ભાવ અને તેની પરંપરા મળે એથી પણ ઇષ્ટની સિદ્ધિ પરિપૂર્ણ નથી થતી તેથી, અહીં ચાર પ્રકારનું પ્રણિધાન સૂચવવામાં આવે છે –
અરિહંત ભગવંતો અને કલ્યાણમિત્ર એવા ગુરુદેવોનો સંયોગ, તેઓ પ્રત્યે પ્રાર્થના, બહુમાનભાવ અને બહુમાનભાવનો અનુબંધ પ્રાપ્ત થાય એ પછી... (૧) હું દેવ અને ગુરુની સેવા - વૈયાવૃત્યને પાત્ર બનું જેથી તેમની
સેવા સુંદર રીતે કરી શકું. (૨) સાચી સેવા તો જ થાય જ્યારે આજ્ઞાનો સ્વીકાર થાય માટે હું
દેવ-ગુરુની આજ્ઞાને લાયક બનું. (૩) માત્ર લાયક બનીને અટકી ન રહું પણ તે પછી તેઓની
આજ્ઞાનું સંપૂર્ણ પરિપાલન કરનારો પણ બનું...
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।