________________
અનુબંધો પરિસંપન્ન બન્યાં કહેવાય. આ સૂત્રના વારંવારના સ્વાધ્યાય વડે વારંવાર પેદા થયેલાં, પેદા થઈને પરસ્પર સંગ્રથિત બનેલા એવા શુભ અનુબંધો અંતે વિપાક આપનારા બને જ છે. વિપાક એટલે મનુષ્યજન્મ, આર્યત્વ, સુદેવતત્ત્વ, સુગુરુતત્ત્વ, પરમાર્થી પરિણામો વિગેરેની જે આત્માને પ્રાપ્તિ થાય તે શુભઅનુબંધોનો વિપાક કહેવાય.
મોક્ષ સુધી લઈ જનારાં આસ્તો પ્રત્યક્ષ ઉપાયો છે : સુદેવસુગુરુ તત્ત્વની પુનઃ પુનઃ પ્રાપ્તિ અને તેમના આસેવન વડે પરમાર્થી ભાવોની અનુભૂતિ. આવા ત્રીજા અને પ્રત્યક્ષ સમ્યફ ઉપાયની સિદ્ધિ પણ આ સૂત્રના સ્વાધ્યાય વડે થાય છે.
એટલું જ નહીં, ચોથા નંબરે આ સૂત્રના પાઠ વડે આત્માને એ અંતરંગ લાભ થાય છે કે વિપાક આપતા થયેલા શુભ અનુબંધ જયારે આત્માના જ અતિ ઉત્કૃષ્ટ શુભભાવોથી વાસિત બની જાય ત્યારે તે આત્માને મોક્ષફળમાં અવાંતરિત કરાવી દે છે. શુભ અનુબંધોથી પ્રકૃષ્ટ શુભ ભાવો પ્રગટે છે અને વધુ ને વધુ પ્રકૃષ્ટ રીતે પ્રગટેલાં શુભ ભાવો શુભઅનુબંધને પણ વધુ ને વધુ પ્રકૃષ્ટ કરતાં જાય છે. આ રીતે પ્રકૃતમ બનેલા શુભ અનુબંધ કે જે પૂર્વે તત્ત્વપ્રાપ્તિ અને તત્ત્વપરિણતિ કરાવનાર બન્યાં હતાં તે હવે મોક્ષ ફળમાં અવાંતરિત બની જાય છે. શુભ અનુબંધ મોક્ષફળમાં અવાંતરિત બન્યાં એટલે આત્મા તો ત્યાં પહોંચી ગયો ગણાય કેમકે આત્મા અને શુભઅનુબંધ પરસ્પર ભિન્ન નથી. પ્રથમ તે અશુભ હતાં, પછી તે શુભ બન્યાં અને અંતે તે સ્વરૂપરમણતા રૂપ બન્યાં. • “અમોઘ રસાયણ'નું દષ્ટાંત ઃ
અહીં “અમોઘ રસાયણ' દષ્ટાંત રૂપ છે. જેમ કોઈ હઠીલાં દર્દીને અમોઘ ઔષધ આપવામાં આવે, પદ્ધતિસર અને વારંવાર
9
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।