________________
પાપપ્રતઘાત – ગુણબીજાધાન' એવું આ પ્રથમ સૂત્રનું નામ શી રીતે સાન્વર્થ છે તે અંગે દર્શાવે છે : પાપપ્રતીવાત એટલે અશુભ અનુબંધના ઉદયનો વિચ્છેદ અને ગુણબીજ એટલે પ્રાણાતિપાત વિગેરેની ભાવવિરતિ સ્વરૂપ જે ગુણ તેનાં બીજ રૂપ સમ્યગ્દર્શન... આ પ્રથમ સૂત્ર - અશુભ અનુબંધનો વિચ્છેદ કરાવનારું તેમજ પ્રાણાતિપાત વિગેરેની ભાવવિરતિના બીજનું આધાન કરાવનારું હોવાથી તેનું પાપપ્રતીઘાત-ગુણબીજાધાન' એવું નામ સાન્વર્થ છે...
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।