________________
सर्वहितकारी मैत्र्यादिरूपतया, निरविचारो यथागृहीतपालनेन, परमानन्दहेतुर्निर्वाणकारणम् । છે “પંચસૂત્ર પ્રકાશ’: - સાધુધર્મના અભિલાષક એવા ગૃહસ્થ સાધુધર્મની પરિભાવના સ્વરૂપ જે દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો છે તેના વ્રતોને વિશે સદાય ઉપયોગવંત રહેવું જોઈએ. વ્રતધારી ગૃહસ્થની ગૃહસ્થજીવન અંગેની જે ફરજ, કરણી અને આચાર હોવા જોઈએ તે દરેક બાબત અંગે પણ ઉપયોગવંત બનવું જોઈએ.
કહેવાનો આશય એ છે કે વ્રતો સ્વીકારીને ભૂલી જવાના નથી, પરિવારપાલન વ્રતધારીને કેવી રીતનું શોભે, હેય કરણીઓ કંઈ કંઈ છે અને સંસારનિર્વાહ કેવી રીતે કરવો તે અંગે ઉપર્યુક્ત પ્રકરણોમાં જે ઉપદેશ અપાયો તે સતત યાદ રાખવો જોઈએ. • રોજ કર્તવ્ય સ્મરણ કરો | ગૃહસ્થનું દિગ્વધન થઈ શકે ?
તેની જ જેમ શ્રાવકે સદા પોતાના કર્તવ્યનું સ્મરણ કરવું ઘટે.
તે આ રીતે (૧) મારું અમુક નામ છે (૨) ઇક્વાકુ વિગેરે અમુક કુળ, વંશ-જાતિ આદિમાં મારો જન્મ થયો છે. (૩) હું અમુક આચાર્યનો ધર્મશિષ્ય છું.
અહીં એ સમજવાનું છે કે સાધુઓમાં ગુરુ-શિષ્ય તરીકેનું જેવું દિગબંધન હોય છે તેવું સાધુ અને ગૃહસ્થોમાં હોઈ શકતું નથી કેમકે દિગબંધન કરાયેલાં શિષ્યને ગુરુ પોતાના અધિકાર તળે લે છે. ગૃહસ્થ અવિરતિધારી છે તેથી તેને દીક્ષિત શિષ્યની જેમ અધિકારમાં લઈ શકાય નહીં. તો પછી “અહીં અમુક આચાર્યનો હું શિષ્ય છુંએવું સ્મરણ કરવાનું કેમ કહ્યું? તેનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થ પોતાને યોગ્ય લાગે તેવા તત્ત્વાનુકૂળ આચરણા-પ્રરૂપણા ધરાવનારા ઉપકારી ગુરુને ગુરુ
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।