________________
તરીકે સ્વીકારે અને એવા ગુરુની પરંપરામાં જે માન્યતા - સામાચારી પ્રવર્તેલી હોય તેનો તે અનુયાયી બન્યો રહે. આ અપેક્ષા પૂરતું ગૃહસ્થનું શિષ્યત્વ છે અને એટલું જ ગૃહસ્થ માટે ગ્રંથકારને પણ ઈષ્ટ છે તેથી ગ્રંથકારે “થર્મતઃ શિષ્ય: ધર્મને આશ્રયીને અમુક ગુરુનો શિષ્ય છું તેવું લખ્યું છે.
એ પછી સ્મરણ કરે કે – (૪) દેશવરિતિગુણસ્થાનક અને તેના અમુક વ્રતોના સ્થાન પર હું રહ્યો છું. (પ) મારા ગુણસ્થાનક પર હું યથાવત્ અવસ્થિત જ છું તેથી મારા ગુણસ્થાનકથી મારું પતન = વિરાધના પણ નથી. (૬) વિરાધના નથી એટલે મારા ગુણ સ્થાનકની વૃદ્ધિ જ પ્રવર્તે છે. (૭) મારા ગૃહસ્થજીવનમાં સારભૂત ચીજ હોય તો તે ફક્ત મારો ધર્મ જ છે. (૮) મારો આ દેશવિરતિ ધર્મ જ મારો આત્મા છે કેમકે તે જ ભવાંતરયાયી બની શકે તેમ છે. અન્ય સ્વજનો નહીં.
(૯) મારા ધર્મ સિવાય, મારા જીવનમાં રહેલાં ધન-વેપાર કે કુટુંબ સારભૂત નથી. સારભૂત તો નથી જ, આગળ વધી તે સૌ તો અવિધિ પૂર્વક જો ગ્રહણ કર્યા - ભોગવ્યા એટલે કે શાસ્ત્ર જે રીતે તેમના પ્રત્યે વર્તવાનું કહ્યું છે તેથી વિપરીત રીતે જો ત્યાં વર્તન કર્યું તો તેઓ મહાદારૂણ વિપાકને આપનારાં છે.
આવો ઉપદેશ પરમકારૂણિક, ત્રિલોકબંધુ અને સ્વયંસંબુદ્ધ એવા અરિહંતે આપ્યો છે.
આમ, આ રીતે નવ પ્રકારે કર્તવ્ય સ્મરણ કરી અરિહંતની આજ્ઞાથી અવિરુદ્ધ રીતે ગૃહસ્થાશ્રમના કાર્યોમાં પ્રવર્તવું. શાસ્ત્રનીતિને સંસારી જીવનના કાર્યોમાં પણ ક્યાંય ધક્કો ન લાગે તેની કાળજી રાખવી. આ રીતે શાસ્ત્રનીતિ પૂર્વકનું ગૃહસ્થજીવન પણ ભાવમંગલા
83
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।