________________
રૂપ છે કેમકે શાસ્ત્રનીતિની નિષ્પત્તિ જ્યાં થાય છે ત્યાં કક્ષાનુરૂપ આચારવ્રતની નિષ્પત્તિ પણ થાય જ છે. • શ્રાવકે ધર્મજાગરિકા આ રીતે કરાય ?
મિથ્યાત્વ અને તીવ્ર અવિરતિ વિગેરે દોષો એટલે ભાવનિદ્રા. ભાવનિદ્રાનો સદાય ત્યાગ રાખીને શ્રાવક દિનરાત ધર્મ જાગરિકા કરે. તેમાં રાત્રિ સમયે નિદ્રા ક્ષય થાય ત્યારે, નિદ્રા પહેલાં કે પછી અને અવસરે દિવસે પણ નીચે જણાવ્યું છે તે પ્રમાણેના ચિંતન રૂપ ધર્મ જાગરિકા કરે.
ધર્મજાગરિકા શબ્દ પારિભાષિક છે અને તેનો પ્રધાન અર્થ તત્ત્વનું ચિંતન કરવું તેવો થાય છે.
(૧) ક્યો સમય મારે ચાલે છે? વ્રતપાલનનો કે વ્રતસમાપનનો? (૨) મારી અવસ્થા કંઈ છે ? (૩) આ ઉંમરે મારા માટે ઉચિત શું છે? કેવું ધર્મકાર્ય આ ઉંમરે સવિશેષપણે કરવું જોઈએ? (૪) શબ્દ, રૂપ, સ્પર્શ વિગેરે ઇન્દ્રિય વિષયો તો (A) તુચ્છ છે, (B) નિશ્ચિત રીતે ચાલી જનારા છે, (C) અવશ્યમેવ વિયોગ આપનારા છે (D) અંતે હંમેશા સ્વાદહીન લાગનારા છે અને (E) પરભવમાં દારૂણ ફળને આપનારા છે. • મૃત્યુના ચાર દોષો અને ધર્મના ચાર ગુણો : (૪) મૃત્યુ ચાર-ચાર અપાયોથી ભરેલું છે માટે ભયાનક છે.
જ મૃત્યુ તમામ ઈષ્ટ ચીજોનો અભાવ કરી દેનારું છે. * મૃત્યુનું આગમન સામાન્ય પ્રાણી વડે કદી જાણી શકાય
તેમ નથી.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
M