________________
ધર્મગુણો એટલે કે વ્રતોના પાલન માટે આરાધકે હંમેશા અરિહંતની ઉપલક્ષણથી ગીતાર્થની આજ્ઞાને ગ્રહણ કરનારા – સ્વીકાર કરનારા બનવું જોઈએ. (૨) બીજા નંબરે આશાભાવક બનવું જોઈએ. અરિહંતની, શાસ્ત્રની,
ગીતાર્થની આજ્ઞાની ચિત્તમાં વારંવાર અનુપ્રેક્ષા કરવાથી આત્મા આજ્ઞાભાવક બને છે. આજ્ઞાનો સ્વીકાર કર્યા પછી સ્વીકારેલી આજ્ઞાનું અહોભાવપૂર્વક ભાવન પણ કરવું જોઈએ કેમકે તેમ
કરો તો વ્રતોનું પાલન યતનાપૂર્વક થઈ શકે છે. (૩) ત્રીજા નંબરે આજ્ઞાપરતંત્ર બનવું જોઈએ. ધર્મનું જે પણ અનુષ્ઠાન
સેવવાનું હોય, તે પ્રત્યેકમાં આ અનુષ્ઠાન આજ્ઞાનુસારી શી રીતે બને તેનો જ મનોરથ અને કાળજી રાખવી તેને આજ્ઞાપરતંત્ર બન્યાં કહેવાય. આવું આજ્ઞા પરતંત્ર પણું હંમેશા ધારણ કરવું જોઈએ.
આમ, આજ્ઞાના ગ્રાહક, ભાવક અને પરતંત્ર બનવાથી ધર્મનું અધિકૃત રીતે પરિપાલન થાય છે. તાત્પર્ય એ છે કે ધર્મનું પરિપાલન તમે કરો પણ છો છતાં જો આજ્ઞાના ગ્રાહક, ભાવક અને પરતંત્ર નથી બનતાં તો તમારું ધર્મપાલન અધિકૃત નથી બનતું. • આજ્ઞાનો મહામહિમા ઃ ચાર ઉપમાઓ :
આજ્ઞા વડે જ ધર્મનું પાલન અધિકૃત બને છે તેવું વિધાન કેમ કરો છો ? કેમકે આજ્ઞા જ એવી અત્યંત મહિમાશાળી છે. ધર્મ વડે જે મેળવવું છે તે આજ્ઞાને આધીન છે. આજ્ઞાને સ્વીકારો તો ધર્મનું લક્ષ્ય સિદ્ધ બને. અહીં આજ્ઞાનો મહિમા બતાવતાં તેને ચાર ઉપમાઓ આપી છે.
61
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।