________________
વિગેરે બનવું જોઈએ તેવા ત્રણ ગુણોનો બોધ આપ્યો. હવે ત્રીજા નંબરે ભાવદેશવિરતિ ધર્મનું પરિપાલન કરનારાએ તે પરિપાલન સુપેરે થતું રહે તે માટે જે નવ પ્રકારની ઉચિત કરણીઓ કરવી જોઈએ તે નવ પ્રકારનું ઔચિત્ય તમે પાળો ! તેવો ઉપદેશ અહીં વિગતવાર આપી રહ્યાં છે. (૧) પહેલી ઉચિત કરણી
વળેક્ની મધમત્તનો હંમેશ માટે અધર્મમિત્રોનો સંગ ત્યજી દેવો જોઈએ. જિનેશ્વર પ્રણીત ધર્મ માટે જેમને અભિરૂચિ છે તેઓ ધર્મમિત્ર છે અને જેમને આ ધર્મ માટે અરૂચિ છે તેઓ અધર્મ મિત્ર છે. આવા અધર્મમિત્રોનો સંગ દેશ વિરતિધર્મને પુષ્ટ કરનારો તો ન જ બને બલ્ક તેનાથી આત્માનું પતન કરાવી દેનારો પણ નીવડે માટે અધર્મ મિત્રોનો સંગ
સદાય છોડી દેવો જોઈએ. (૨) બીજી ઉચિત કરણી:
દ્વિરેજ્ઞા સમિવિપવિg ગુ જે ભાવ દેશવિરતિ ધર્મની તાજી જ પ્રાપ્તિ કરી છે અને એ સાથે સાધુ ધર્મના ગ્રહણ માટેની પરિભાવના ચિત્તમાં જાગૃત થઈ છે, તે ગુણ અનાદિકાલીન સંસારમાં લગભગ પૂર્વે નહીં પ્રાપ્ત થયેલો અપ્રાપ્તપ્રાય:પૂર્વી છે. આ ગુણનું ગંભીરતા અને રૂચિપૂર્વક વારંવાર ચિંતન કરવું જોઈએ જેમકે કેવા સાધુધર્મને ગ્રહણ કરવાની મેં ઈચ્છા કરી છે ? કેવો હિંસા વિરમણ વિગેરે વ્રતધર્મ અપનાવ્યો છે ? તેની મહાનતા નાની સૂની નથી. પ્રાપ્ત કરેલાં નૂતન ગુણનું આ પ્રકારનું ચિંતન ગુણને પરિપુષ્ટ કરે છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।