________________
પ્રજામાં ધમ અથવા અધર્મ હોય શકે છે પરંતુ પ્રજા પ્રત્યે
અનુકંપા ધારણ કરવી તે તો ધર્મ જ છે. (૯) નવમી ઉચિત કરણી :
ર વિસન્નિ થH પ્રજા ધર્મનું માલિન્ય કરે તેવી ચેષ્ટા કદી પણ કરવી નહીં કેમકે ધર્મનું માલિન્ય કરવું તે અત્યંત અનુચિત કરણી છે, તમામ રીતે અશુભ ભાવોની જનક છે.
એટલું જ નહીં, ધર્મનું માલિન્ય કરવાની પ્રવૃત્તિ તીવ્ર કોટિના મિથ્યાત્વનું બીજ છે. કેમ ? તમે ધર્મ માલિત્ય શી રીતે કર્યું? પ્રજાને આજ્ઞાનુકૂળ એવી ધર્મની ક્રિયા કે માન્યતા માટે પ્રષિ પેદા કરાવીને કર્યું. અઢળક જીવોમાં જિનાજ્ઞાનુકૂળ ક્રિયા કે માન્યતા માટે જે પ્રષ પેદા કરાવ્યો છે તો તે તમામ જીવોના સમ્યગ્દર્શનને બાળી નાંખનારો દવ બની ગયો. તેમનામાં બોધિ જો આવ્યું નહોતું તો તે આવે જ નહીં તેવો શૂન્યાવકાશ કરનારો તે અનર્થ બની ગયો. આમ, અનેક જીવોના સમ્યક્ત પતનનું કારણ તમારી ધર્મની મલિનતા કરનારી ક્રિયા બની, એથી તીવ્રતમ કક્ષાનું મિથ્યાત્વ તમને બંધાઈ જવાની ભરપૂર શક્યતા પેદા થઈ ગઈ. એવું મિથ્યાત્વ જે અસંખ્ય કાળ સુધી હટે નહીં. આમ, ધર્મમાલિન્ય એ અબોધિનું બીજ બની ગયું.
આગળ વધો, ધર્મનું માલિન્ય કરવાની ચેષ્ટા, તત્કાળ પણ ખુદને અને અન્યને મિથ્યાત્વી બનાવનારી બની જાય છે. • લોક વિરુદ્ધ કરણીઓ કેવી ભયાનક છે તેનું પર્યાલોચન :
અહીં જે નવ પ્રકારની ઉચિત કરણીઓ કહી તે લોક વિરુદ્ધ કાર્યોના ત્યાગ સ્વરૂપ છે અને આવી ઉચિત કરણીથી વિપરીત વર્તન કરવું તે લોકવિરુદ્ધ કાર્ય છે.
67
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।