________________
પ્રાપ્ત થાય. સાધુધર્મની પરિભાવનારૂપે તો દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો છે, એવું વર્તન, ચિંતન ને વચન કેળવવા પડે કે જેથી સંવેગની – વૈરાગ્યની નિષ્પત્તિ, વૃદ્ધિ અને પ્રતીતિ થાય. • સાધુધર્મના કાંક્ષી માટે - ૧૩ અકરણીય કરણીઓ :
શુદ્ધ મનોવર્તુળવાળા બનીને દેશવિરતિને અનુરૂપ ગૃહસ્થી જ જેને જાળવવી છે તેણે હેય કરણીઓને છોડવી પણ પડે. એકદમ ન છૂટે અને ક્યારેક જીવનપર્યત ન છૂટે તો પણ તેને છોડી દેવાનો સંકલ્પ અને પ્રયાસ તો સતત અકબંધ જ રાખવા પડે.
આવી ન કરવા લાયક તેર કરણીઓ હવે ગ્રંથકાર સૂચિત કરે છે. • પહેલી હેય કરણી ઃ મહારંભ :
મહારંભ એ પહેલી હેય કરણી છે. પુષ્કળ માત્રામાં પાપસેવન જેમાં થતું હોય તેને મહારંભ કહેવાય. ખેતી, કોલસાના વેપાર, ઘાણી ચલાવવી વિગેરે મહારંભ છે. આ અને આવા મહારંભ રૂપ વેપારો અનેક જીવોનું ઉપમર્દન કરાવનારા છે, સ્વભાવથી જ અધર્મીને લાયક છે.
મહારંભ કરો ત્યારે ચિત્તમાં સહજ રીતે પુષ્કળ ફ્લેશ રહે છે, મહારંભ કરનારની દુર્ગતિ લગભગ નક્કી છે, તે પરલોકની વિડંબના આપનારા છે માટે મહારંભ કાર્યો છોડી દેવા જોઈએ. • બીજી હેય કરણી ? પરપીડા :
અન્ય જીવને માનસિક વ્યથા થાય કે શારીરિક પરેશાની નીપજે, બંનેને પરપીડનની વ્યાખ્યામાં જ સમાવવા પડે. પરપીડન કરનારી પ્રવૃત્તિ પણ છોડી દેવી જોઈએ. અરે ! તેવી પ્રવૃત્તિ તો છોડવી જ
75
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।