________________
જેટલી આવક હોય તેના ચાર ભાગ કરવા. એક ભાગ બચત તરીકે બચાવવો, એક ભાગ વેપાર માટે ખર્ચવો, એક ભાગ ધર્મ માર્ગે સત્રય કરવો અને એક ભાગ વડે પરિવાર પાલન કરવું અને ભોગ ભોગવવા. • અન્ય મતાનુસાર તો -
आयाद) नियुञ्जीत धर्मे यद्वा ऽधिकं ततः । शेषेण शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥
પચાસ ટકા આવક ધર્મ માર્ગે સધ્યય કરવી અને એ પછી બાકીના પચાસ ટકામાંથી બાકી રહેલાં તમામ કાર્યો કરવા કેમકે ઐહિક કાર્યો તો તુચ્છ છે. • શ્રાવકની પરિવાર પ્રત્યેની ચાર ફરજો : (૧) અસંતાપકારી વ્યવહાર ઃ
પરિવારના સભ્યો સાથે સંતાપરહિત વ્યવહાર કરવો જોઈએ. સંતાપરહિત વ્યવહારનો અર્થ એવો નથી કે શ્રાવકના વ્યવહારથી પરિવારના કોઈ પણ સભ્યને કદી પણ સંતાપની અનુભૂતિ ન જ થાય કેમકે તે વસ્તુ તો એકપક્ષીય નથી. પરસ્પર બંનેના પુન્ય અને લાયકાતને આધીન છે. સંતાપ રહિત વ્યવહારનો અર્થ એ છે કે શ્રાવકના પોતાના અંતઃકરણમાં પરિવારના એક પણ સભ્ય માટે અશુભ સંકલ્પ ન હોવો જોઈએ. તમામ સભ્યો માટે શુભવૃત્તિથી પ્રેરાયેલો જ વ્યવહાર હોવો જોઈએ. આવા વ્યવહારને અસંતાપકારી વ્યવહાર કહેવાય. (૨) ગુણકારી વ્યવહાર :
શ્રાવક પોતાના આવા શુભવૃત્તિથી ભરેલાં વ્યવહારની સાથે પરિવારજનો સમક્ષ સંસારની સ્થિતિની એવી સમજ આપતો રહે કે
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।