________________
प्रतिफलनिरपेक्षतया । निर्ममो भावेन भवस्थित्याऽऽलोचनात् ।
एवं यस्मात् तत्पालनेऽपि धर्मो जीवोपकार भावाद् यथाऽन्य
पालनम् ।
—
जीवाऽविशेषेण किमेतदित्याह - सर्वे जीवाः पृथक् पृथक् वर्तन्ते किन्तु ममत्वं बन्धकारणं लोभरूपत्वात् ।
પંચસૂત્ર પ્રકાશ’ :
સાધુ ધર્મની જે લાલસા કરે છે અને એથી જ દેશવિરતિધર્મના વ્રતો જેણે અંગીકાર કર્યાં છે તેવા ગૃહસ્થનું સર્વસામાન્ય વર્તન પણ એવું હોવું જોઈએ કે જેથી સ્વીકારેલાં વ્રતોનું પાલન થાય, વ્રતોને હાનિ ન પહોંચે. વ્રતપાલન દુષ્કર ન બને અને પોતાના વર્તનના કા૨ણે પોતાના જ વ્રતની કિંમત ન ઘટે. કંઈ કંઈ બાબતોમાં ગૃહસ્થનું વર્તન ધર્મવ્રતને અનુરૂપ હોવું જોઈએ ? એવો જો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ એ છે કે પોતે ગૃહસ્થ છે, ગૃહસ્થ તરીકે ઘર, પરિવારપાલન, વેપાર વિગેરે ગૃહસ્થીના જે-જે કાર્યો કરવા પડે તે દરેકમાં વ્રતને અનુરૂપ વર્તન રાખવું જોઈએ. કાર્યો ભલે ગૃહસ્થીના કરો પણ તેમાં વર્તણૂક હવે બદલાવી જોઈએ.
વ્રતને અનુરૂપ વર્તન કરીને ગૃહસ્થીને વિશે પણ આજ્ઞા અવિરુદ્ધ અને અશુભ અનુબંધથી રહિત તથા અકારણ પાપસેવન વિનાના શુદ્ધ અનુષ્ઠાન વાળા બનવું જોઈએ. આ બાબતની કાળજી લઈને શુદ્ધ મનોવર્તુળ વાળા, શુદ્ધ વાણીવ્યાપાર વાળા અને શુદ્ધ ક્રિયાકલાપવાળા બનવું જોઈએ.
તાત્પર્ય એ છે કે દેશવિરતિના વ્રતો લેનારે પોતાના મન, વચન તેમજ કાયાનું એવું ઘડતર કરવું જોઈએ જેથી સાધુધર્મ જલ્દીથી
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
74