________________
વિગેરે કરવા દ્વારા કરવો જોઈએ. ધર્મમિત્રોનો સંગ કરવા માટેનું શાસ્ત્ર વિધાન શું છે ? તે માટે ચાર દાંતો અપાયેલાં છે. (૧) એક વ્યક્તિ અંધ છે, કોક દયાળુ પુરુષે તેને પોતાના ખભા
ઉપર વહન કર્યો છે.. અંધ વ્યક્તિ આવા દયાળું પુરુષને જેટલા આદરથી સેવે તેટલાં આદરથી આત્માએ ધર્મમિત્રોનું સેવન કરવું જોઈએ.
અંધપુરુષને તેવો ભય રહેલો છે કે દયાળુ પુરુષ પોતાને તરછોડી દેશે તો પોતે પડી મરશે. બસ ! તેવો જ ભય અહીં પણ રાખવો. એવી રીતે કે ધર્મમિત્રોથી તરછોડાઈ જઈશ તો
ક્યાંક ધર્મથી પતન થઈ જશે. (૨) રોગી વ્યક્તિ વૈદ્યને જે રીતે સેવે તે રીતે ધર્મમિત્રને સેવવા
જોઈએ. રોગીને વ્યાધિનો ડર સતાવે છે અને તેવા વ્યાધિની ચિકિત્સા વૈદ્ય દ્વારા થશે તેવી આશા છે. બસ, તે રીતે અધર્મ એ વ્યાધિ છે. આત્મા પોતે દર્દી છે અને વૈદ્ય જેવા છે ધર્મમિત્રો.
ધર્મમિત્રોના સેવનથી અધર્મરૂપ રોગને દૂર કરી શકાય છે. (૩) ગરીબ વ્યક્તિ શ્રીમંતની સેવા કરે છે કેમકે ગરીબને શ્રીમંતની
સેવા વડે ધન મળી જવાનો વિશ્વાસ છે. બસ, એ જ રીતે ધર્મમિત્રનું સેવન કરવું જોઈએ. તેમના સેવનથી ધર્મરૂપી ધન
આત્મારૂપી ગરીબને મળે તેવી શક્યતા રહેલી છે. (૪) અનાથ આત્મા શરણદાતા રાજાનો સ્વીકાર કરે તે રીતે ધર્મમિત્રનું
સેવન કરવું જોઈએ.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।